Site icon Revoi.in

સ્વદેશી વિમાન વાહક જહાજ INS ‘વિક્રાંત’ આગામી વર્ષે નૌસેનામાં થશે સામેલ

Social Share

નવી દિલ્હી: હિંદ મહાસાગરમાં પણ ચીન સાથેના તણાવની અસર દેખાવા લાગી છે. અહીંયા ચીનના યુદ્વ જહાજો અને સબમરિનના આંટા ફેરા વધી ગયા છે ત્યાર હવે ભારત દરિયાઇ મોરચે વધુ મજબૂત બનવા માટે પ્રતિબદ્વ છે.

ભારતની દરિયામાં તાકાત વધશે કારણ કે ભારતનું સ્વેદેશી વિમાન વાહક જહાજ INS વિક્રાંત આગામી વર્ષે નૌસેનામાં સામેલ થાય તેવી સંભાવના છે. વિક્રાંતનું જ્યાં નિર્માણ થઇ રહ્યું છે તે ડોકયાર્ડની સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મુલાકાત લીધી હતી. તેઓએ સમગ્ર કામગીરી નિહાળી હતી.

અગાઉ ભારતીય નૌસેનામાં સેવા આપીને નિવૃત્ત થઇ ચૂકેલા વિમાન વાહક જહાજ વિક્રાંતના નામ પરથી જ આ યુદ્વ જહાજનું નામ રખાયું છે. ભારત પાસે હાલમાં એક વિમાન વાહક જહાજ વિક્રમાદિત્ય છે. જે રશિયા પાસેથી ખરીદેલું છે. જો કે ભારતના વિશાળ દરિયા કિનારાને ધ્યાનમાં રાખતા ભારતને બીજા વિમાન વાહક જહાજની પણ જરૂર છે અને તેનું ભારતમાં જ નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

રાજનાથસિંહે સોશિયલ મીડિયામાં પોતાની મુલાકાતની તસવીરો શેર કરીને કહ્યુ હતુ કે, આગામી વર્ષે આ એરક્રાફ્ટ કેરિયર નેવીમાં સામેલ થશે અને ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં આ એક ગૌરવશાળી ઘટનાનો ઉમેરો થશે.

નોંધનીય છે કે, આ કેરિયર સામેલ થયા બાદ ભારત એવા ગણતરીના દેશોની ક્લબમાં જોડાશે જેમની પાસે ઘરઆંગણે વિમાન વાહક જહાજ બનાવવાની ટેક્નોલોજી છે. ગત વર્ષે વિક્રાંતની હાર્બર ટ્રાયલ અને બેસિન ટ્રાયલ પૂરી રીતે થઇ ચૂકી છે.