Site icon Revoi.in

જમ્મૂ-કાશ્મીરમાં ફરીથી શાંતિ ડહોળાઇ, જૂન-જુલાઇમાં 16 એન્કાઉન્ટર કરાયા, 86 આતંકીઓ ઠાર

Social Share

નવી દિલ્હી: જમ્મૂ અને કાશ્મીરમાં થોડાક સમય પહેલા શાંતિમય માહોલ બાદ ગત છ સપ્તાહમાં ઘાટીમાં આતંકવાદી સાથે સંબંધિત હિંસામાં વધારો જોવા મળ્યો છે. સાથે સુરક્ષા દળો પર હુમલો પણ વિદેશી આતંકીઓની સંખ્યામાં તેજી આવી છે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ અત્યારસુધીમાં 86 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે.

ચાલુ વર્ષના જૂન અને જુલાઇ મહિનામાં જ 36 આતંકવાદીઓને ઠાર કરાયા છે. જુલાઇમાં ગત 20 દિવસોમાં 10 એન્કાઉન્ટર્સ થયા છે. આ એન્કાઉન્ટર્સમાં 20 આતંકીઓ ઠાર કરાયા છે. જેમાં 4 પાકિસ્તાની મૂળના ગણાવવામાં આવી રહ્યા છે. સુરક્ષદળોએ 36 ઑપરેશન દરમિયાન 86 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે. જેમાંથી 80 કાશ્મીરમાં તેમજ 6 જમ્મૂમાં માર્યા ગયા. આ આતંકીઓમાં મોટા ભાગના લશ્કર-એ-તૈયબાના હતા. આ ઓપરેશન્સમાં 15 સુરક્ષાકર્મીઓ પણ શહીદ થયા અને 19 નાગરિકોએ જીવ ગુમાવવો પડ્યો.

આ વર્ષે એપ્રિલ સુધી સુરક્ષા દળોની સાથે કોઇપણ અથડામણમાં વિદેશી આતંકીઓ સામેલ નહોતા. એપ્રિલથી જૂનની વચ્ચે 4 વિદેશી આતંકી માર્યા ગયા હતા. જુલાઇમાં વધુ 4 વિદેશી આતંકીઓને ઠાર કરાયા હતા.

મહત્વનું છે કે, ભારત અને પાકિસ્તાને બે દેશોના DGMOની મુલાકાત અને 25 ફેબ્રુઆરીએ એક સંયુક્ત નિવેદન જારી કર્યા બાદ યુદ્વ વિરામનું સન્માન કરવાનો નિર્ણય લીધો હતો. જેને દેશોને વચ્ચેના સંબંધમાં મહત્વપૂર્ણ મનાતું હતું. ત્યારબાદ ઘાટીમાં શાંતિ રહેશે તેવી આશા બંધાઇ હતી જો કે ઘાટીમાં ફરીથી આતંકીઓની ઘૂસણખોરીના 4 પ્રયાસો નિષ્ફળ બનાવાયા હતા.

આતંકવાદીઓની ભરતીની વાત કરીએ  તો આ વર્ષે 15 જુલાઈ સુધી 69 લોકો આતંકી બન્યા છે. જ્યારે ગત વર્ષ આ સંખ્યા આ સમયે 85 હતી. મોટા ભાગે ભરતી દક્ષિણ કાશ્મીરના 3 જિલ્લા કુલગામ, શોપિયા અને પુલવામાથી થઈ.