Site icon Revoi.in

કર્ણાટકના CM યેદિયુરપ્પા આજે આપશે રાજીનામું, નવા નામને લઇને ભાજપનું મૌન

Social Share

નવી દિલ્હી: આજે રાજ્યના સીએમ બીએસ યેદિયુરપ્પા આજે પદ પરથી રાજીનામુ આપી શકે છે. જાણો કોણ બનશે સીએમ.

કર્ણાટકમાં છેલ્લા કેટલાક મહિનાથી નેતૃત્વ પરિવર્તનની સતત ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આ વચ્ચે આજે રાજ્યના મુખ્યપ્રધાન યેદિયુરપ્પા પોતાના પદ પરથી રાજીનામુ આપશે. યેદિયુરપ્પા બાદ હવે કર્ણાટકના નવા સીએમ કોણ બનશે તેને લઇને ભાજપે હજુ ચુપકીદી સાધી છે. હાલમાં પાર્ટી હવે કર્ણાટકની કમાન કોને સોંપશે તે જોવાનું રહેશે.

આજે યેદિયુરપ્પા સરકારને 2 વર્ષ થવા જઇ રહ્યા છે. ત્યારે આ દરમિયાન ઉત્તરાધિકારી તરીકે કેન્દ્રીય કોયલા, ખનન તેમજ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી અને પ્રદેશ સરકારમાં ખનન મંત્રી તથા ઉદ્યોગપતિ  એમઆર નિરાનીનું નામ આગળ આવી રહ્યું છે.

કર્ણાટકના સીએમ તરીકે હજુ સુધી ભાજપના હાઇકમાન તરફથી કોઇ પણ વાત કરવામાં આવી નથી તેવું પ્રહલાદ જોષીએ કહ્યું હતું. જોશીએ કહ્યું કે તેઓ આવા કાલ્પનિક સવાલોના જવાબ આપવાનું યોગ્ય માનતા નથી.

મહત્વનું છે કે, યેદિયુરપ્પાએ બે દિવસ પહેલા જ એવું કહ્યુ હતું કે અમારી સરકારને 2 વર્ષ પૂરા થવા પર એક કાર્યક્રમ છે. આ બાદ જેપી નડ્ડા જે નક્કી કરશે તે તેનું પાલન કરશે. તેમણે કહ્યું હતું કે, તમે બધા જાણો છો કે મે બે મહિના પહેલા જ નક્કી કરી દીધુ હતુ કે હું બીજા માટે રસ્તો બનાવવા માટે રાજીનામું આપી દઇશ.