Site icon Revoi.in

‘મન કી બાત’ની 82મી આવૃત્તિ, પીએમ મોદીએ કહ્યું – તહેવારની ઉજવણી માટે વોકલ ફોર લોકલને સપોર્ટ કરો

Social Share

નવી દિલ્હી: આજે રવિવારના રોજ પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમનો 82મો એપિસોડ હતો. આ દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓને 100 કરોડ રસીકરણ માટે અભિનંદન આપ્યા હતા.

વડાપ્રધાન મોદીએ 31 ઓક્ટોબરના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી હોય એકતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તો એકતા રેલી કરતા પોલીસ જવાનો ને પણ  વંદન કર્યા હતા.   પોલીસ જવાનોએ કચ્છના લખપતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બાઈક રેલીનું આયોજન કર્યું છે.

દેશવાસીઓને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, વેક્સિનેશન અભિયાનથી સફળતા હાંસલ થઇ છે. દેશ એક નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે. હું જાણતો હતો કે આપણા આરોગ્ય કર્મચારીઓ દેશવાસીઓના વેક્સિનેશનમાં કોઇ કચાસ નહીં રાખે. તેમણે ઇનોવેશન સાથે પોતાના દૃઢ નિશ્વય સાથે માનવતાની સેવાનું નવું ધોરણ સ્થાપિત કર્યું. તેઓએ તમામ પડકારોને મ્હાત આપીને સુરક્ષા ક્વચ પ્રદાન કર્યું.

તેમણે વોકલ ફોર લોકલ અપનાવવા પર ભાર મૂકતા કહ્યુ હતું કે, તહેવારની ઉજવણી માટે વોકલ ફોર લોકલને સપોર્ટ કરો. જેથી આપણી આજુબાજુના ભાઈઓને રોજગારી મળે.

ડ્રોન ટેક્નોલોજી પર સરકારની પ્રતિબદ્વતા વ્યક્ત કરતા કહ્યુ હતું કે, આપણે ડ્રોન ટેક્નોલોજીમાં અગ્રણી દેશ બનવું છે. આ માટે સરકાર શક્ય તમામ પગલાં લઈ રહી છે. હું દેશના યુવાનોને પણ કહીશ કે તમારે ડ્રોન પોલિસી પછી સર્જાયેલી તકોનો લાભ લેવા વિશે વિચારવું જોઈએ, આગળ આવો.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, પોલીસ વિભાગમાં મહિલાઓની સંખ્યા વધી છે. આજે મહિલાઓ બધા જ ક્ષેત્રમાં આગળ વધી રહી છે.