Site icon Revoi.in

નાણાં મંત્રાલય-ઇન્ફોસિસ વચ્ચે નવા IT પોર્ટલની સમસ્યાઓ અંગે યોજાશે બેઠક

Social Share

નવી દિલ્હી: સરકારે થોડાક સમય પહેલા લૉન્ચ કરેલા નવા આઇટી પોર્ટલમાં અનેક ક્ષતિઓ છે. ઇ-ફાઇલિંગ કરવામાં પણ સમસ્યાઓ આવી રહી છે. આ માટે હવે નાણા મંત્રાલય અને ઇન્ફોસિસ વચ્ચે બેઠક યોજાશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ઇન્ફોસિસના અધિકારીઓ પાસે બેઠક પૂર્વે ઉદ્યોગ સંગઠનોના સૂચનો મંગાવ્યા હતા.

આજે નાણા મંત્રાલયના અધિકારીઓ અને આવકવેરા ઇ-ફાઇલિંગ માટે નવા પોર્ટલ દ્વારા આવી રહેલી સમસ્યાઓ પર ચર્ચા કરશે. તેમાં ICAIના સભ્યો, ઓડિટર્સ, કરદાતાઓ તેમજ ઇન્ફોસિસની ટીમ પણ તકનિકી મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરશે.

બીજી તરફ આવકવેરા સંબંધિત વ્યાવસાયિક સેવાઓ પૂરી પાડવા વાળાઓનું સંગઠન ડાયરેક્ટ ટેક્સ પ્રોફેશનલ્સ એસોસિએશન (ડીપીટીએ) એ કહ્યું છે કે તેઓ નવા શરૂ થયેલા આવકવેરા પોર્ટલ પર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ડીપીટીએએ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે આ પોર્ટલમાં લગભગ 40 સમસ્યાઓ છે.

ડીપીએટીએ નાણાં પ્રધાનને વિવાદ સે વિશ્વાસ યોજના હેઠળ વેરાની ચુકવણી માટેની છેલ્લી તારીખ બે મહિના વધારવાની અને 30 જૂન સુધી બાકી રહેલી ટીડીએસ / ટીસીએસ સ્ટેટમેન્ટ્સ રજૂ કરવાની તારીખ અને અન્ય ઓપચારિકતાઓનું અનુપાલન કરવાની તારીખ વધારવાની અપીલ કરી હતી.