Site icon Revoi.in

OBC વર્ગ માટે આજે રજૂ થશે આ બિલ, તે સિવાય લોકસભામાં આ 6 બિલ પણ રજૂ થશે

Social Share

નવી દિલ્હી: ચોમાસુ સત્રનું છેલ્લુ સપ્તાહ છે ત્યારે છેલ્લા સપ્તાહના પહેલા દિવસે સરકાર ઘણા કાર્ય પૂર્ણ કરવા માટે સજ્જ છે. સોમવારે સરકાર ખાસ કરીને OBC માટે એક બિલ રજૂ કરવા જઇ રહી છે. સરકાર OBCની યાદી બનાવવાનો અધિકાર આપનાર 137મું બંધારણ સંશોધન બિલ રજૂ કરશે. જો કે પેગાસસ સહિતના મુદ્દા પર વિપક્ષ દ્વારા હંગામો થાય તે શક્યતા યથાવત્ છે. જો કે રાજકીય દળ અનામત સંબંધિત બિલનો વિરોધ નહીં કરે એટલે બિલ પાસ થઇ જશે.

જો કે વિપક્ષના હોબાળા વચ્ચે સંશોધન બિલ પસાર કરાવવું સરકાર માટે પડકારજનક રહેશે. હાલમાં જ કેબિનેટે આ બિલને મંજૂરી આપી હતી. અગાઉ મે મહિનામાં સર્વોચ્ચ અદાલતે પોતાના એક નિર્ણયમાં રાજ્યને OBC યાદી તૈયાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, ત્યારબાદ આ બિલ લાવવામાં આવી રહ્યું છે. તેનાથી રાજ્યોને બીજીવાર આ અધિકાર પ્રાપ્ત થશે.

લોકસભામાં 6 બિલ રજૂ થશે

રાજ્યસભામાં ચાર બિલ લાવવામાં આવશે, જે પહેલાથી લોકસભામાં પાસ થઈ ચુક્યા છે. તેમાં એપ્પોપિએશન બિલ ત્રણ અને ચાર પૂર્વના ખર્ચને પસાર કરાવવા માટે છે. આ સિવાય ટ્રિબ્યૂનલ રિફોર્મ બિલ તથા જનરલ ઇન્શ્યોરન્સ બિલ પણ લિસ્ટેડ છે.