Site icon Revoi.in

કોરોના વાયરસના સ્વરૂપમાં 23 નવા પરિવર્તન, સાત લક્ષણોની થઇ ઓળખ

Social Share

લંડન: સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેર વચ્ચે કોરોના વાયરસના સ્વરૂપમાં 23 નવા પરિવર્તનો જોવા મળ્યા છે. સંશોધકોએ નવા સ્વરૂપમાં જેનેટિક કોડમાં 23 ફેરફારો શોધી કાઢ્યા છે. એટલું જ નહીં, આ નવા સ્વરૂપના સાત લક્ષણોની ઓળખ પણ કરી લેવામાં આવી છે. 23માંથી 17 ફેરફારો ગંભીર ગણાવાયા છે.

બ્રિટન સહિતના દેશોમાં કોરનાના નવા સ્વરૂપે દહેશત મચાવી છે. સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું ચે. આ દરમિયાન સંશોધકોએ ન્યૂ સ્ટ્રેઇનના જેનેટિક કોડમાં 23 પરિવર્તનો નોંધ્યા છે. 23માંથી 6 જેનેટિક કોડના ફેરફારો સાધારણ કક્ષાના છે, પરંતુ તે સિવાયના 17 સ્વરૂપો અસરકારક હોવાથી તેના ગંભીર પરિણામો આવી શકે છે એવી ચેતવણી નિષ્ણાતોએ આપી હતી.

સંશોધકોએ વિસ્તૃત ડેટાનો અભ્યાસ કરીને એવું પણ શોધી કાઢ્યું છે કે કોરોનાના સ્વરૂપમાં સૌથી પહેલો ફેરફાર સપ્ટેમ્બરમાં જ બ્રિટનના કેંટ પ્રાંતમાં નોંધાયો હતો. બીજું સ્વરૂપ દક્ષિણ આફ્રિકામાં નોંધાયું હતું. નવેમ્બરમાં કોરોના સંક્રમણ વધ્યું તે વખતે વધારે તપાસ કરતાં પ્રથમ વખત સ્વરૂપમાં બદલાવ થયાનું જણાયું હતું. તે પછી બાકીના નવા સ્વરૂપે ડિસેમ્બરમાં જોવા મળ્યા હતા.

સંશોધકોએ જે સાત નવા લક્ષણો ઓળખી કાઢ્યા છે તેમાં મોટા ભાગના લક્ષણો કોરોનામાં જ જોવા મળતાં લક્ષણો છે. તાવ, ઉધરસ, થાક, માથાનો દુખાવો, ઝાડા, મસલ્સમાં દુખાવો અને ચામડીમાં ચકામા પડી જાય તો નવા સ્વરૂપનો કોરોના હોઇ શકે છે.

નોંધનીય છે કે બ્રિટન સહિત વિશ્વભરના સંશોધકો કોરોના વાયરસના નવા સ્વરૂપનો તોડ મેળવવા પ્રયાસરત છે. ઘણાં વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસમાં વારંવાર સ્વરૂપો ના બદલે તે માટેના પ્રયાસોની દિશા પણ ખોજવાની શરૂ કરી છે.

(સંકેત)