Site icon Revoi.in

સમગ્ર ભારતમાં ફોનથી લોકોને ફ્રોડના શિકાર બનાવતી ગેંગ પકડાઇ, 8ની ધરપકડ

Social Share

નવી દિલ્હી: હાલમાં જ્યારે સમગ્ર દેશમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શનનું મહત્વ વધ્યું છે અને સાથોસાથ ચલણ પણ વધ્યું છે ત્યારે ઠગો આ જ તકનો લાભ ઉઠાવીને લોકોને છેતરે છે. સમગ્ર દેશમાં ફોનથી જ છેતરપિંડીનું નેટવર્ક ધરાવતી ઠગોની આવી જ એક ગેંગને સલામતી સંસ્થાઓએ પકડી પાડી છે અને 8 લોકોની ધરપકડ કરી છે. ચોરાયેલા ભંડોળ સાથે 300 થી વધુ નવા મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. આ ઉપરાંત ગેંગના 900 થી વધુ મોબાઇલ ફોન્સ, 1000 બેંક ખાતા અને સેંકડો યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ અને ઇ-કોમર્સ આઇડીની તપાસ થઇ રહી છે. 100 બેંક ખાતાઓ ફ્રિઝ કરાયા છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર ફ્રોડ ટૂ ફોન ગેંગના માસ્ટરમાઇન્ડ્સમાં ઝારખંડમાંથી 4, મધ્યપ્રદેશ અને આંધ્ર પ્રદેશમાંથી 2-2ની ધરપકડ કરાઇ હતી અને 300થી વધુ નવા મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ ગેંગ સામેનું ઓપેરશન 18 રાજ્યોમાં ફેલાયેલું હતું અને તેમાં 350 લોકોની સંડોવણી હતી તેવું ગૃહ મંત્રાલયના અધિકારીએ કહ્યું હતું.

ગૃહમંત્રાલય દ્વારા ચલાવાતી સાઇબર સેફ એપ પર 78 વર્ષીય નિવાસીએ 11મી જૂને 6.5 લાખની સાઇબર છેતરપિંડીનો કેસ નોંધાવ્યો હતો. ફ્રોડ ટુ ફોનનો કોલર ઝારખંડથી ઓપરેટ કરતો હતો. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, છેતરપિંડી કરીને પડાવાયેલા નાણાં સીધા જ SBIના ત્રણ કાર્ડ્સમાં જમા થતા હતા. આ કાર્ડ્સ મારફતે એક ઑનલાઇન શોપિંગ પોર્ટલ પરથી 33 ફોનની ખરીદી કરાઇ હતી.

ઝારખંડ પોલીસે પણ એક એફટુપી કોલરની ધરપકડ કરી છે. એફટુપી ગેંગના સેંકડો ઓપરેટીવ્સ ઓટીપી છેતરપિંડી, ક્રેડિટ કાર્ડ છેતરપિંડી, ઈ-કોમર્સ છેતરપિંડી, ફેક આઈડી, બનાવટી મોબાઈલ નંબર્સ, ખોટા સરનામા, બ્લેક માર્કેટિંગ, કરચોરી, મની લોન્ડરિંગ અને ચોરાયેલા સામાનના સોદા કરવા જેવા કામોમાં સંડોવાયેલા છે.