Site icon Revoi.in

ફાઇઝરે હવે કોવિડ-19 વિરુદ્વ ઑરલ દવાનું માનવ પરીક્ષણ શરૂ કર્યું

Social Share

નવી દિલ્હી: કોવિડ-19 વિરુદ્વ ફાઇઝરે જર્મન કંપની બાયોએનટેક સાથે મળીને એક નવા પ્રકારની એમઆરએનએ વેક્સિન વિકસિત કરી. હવે તેમણે કોવિડને રોકવા માટે મોંઢા માટે ખાનારી એન્ટી વાયરલ દવાનું પરીક્ષણ કરવાનું એલાન કર્યું છે. તેમણે જણાવ્યું કે, બીજા અને અંતિમ તબક્કાનું માનવ પરીક્ષણ 18 વર્ષથઈ વધારે ઉંમરના 2660 સ્વસ્થ લોકોને સામેલ કરીને શરૂ કરવામાં આવી રહ્યું છે. ફાઇઝરની ઑરલ દવા PF-07321332ની તપાસ કરાશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, માનવ પરીક્ષણમાં દવાની સાથે રિટોનેવિરનો ઓછો ડોઝ પણ આપવામાં આવશે. આ HIV સંક્રમણની સારવારમાં ઉપયોગ થનારી સામાન્ય દવા છે. ફાઇઝરે જણાવ્યું કે, તેણે ખાસ કરીને મોંઢા વાટે ખાનારી દવાને બનાવી છે જેથી તેને સંભવિત રીતે સંક્રમણના શરૂઆતી સંકેત પર નિર્ધારિત કરવામાં આવી શકે.

પ્રાયોગિક દવાને વાયરસના ખાસ પરિણામની ગતિવિધિને રોકવા માટે બનાવવામાં આવ્યો છે જે સેલમાં વાયરસની નકલ બનાવવાનુ કામ કરે છે. અત્યાર સુધી ગિલીટ સાયન્સ કંપનીની વાયરલ રોધી દવા રેમડેસિવિર અમેરિકામાં કોવિડ-19 ની સારવારની સ્વીકૃત દવા છે. તેને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સંક્રમિત થવા પર ડેક્સામેથાસોનની સાથે મળીને આપવામાં આવી હતી.

બીજી તરફ MERCK અને ભાગીદારી Ridgeback Biotherapeuticsએ તાજેતરમાં જ પોતાની પ્રાયોગિક દવા મોનલુપીરવીરનું પરીક્ષણ કોવિડ-19 સંક્રમણને અટકાવવા માટે શરૂ કરી છે. અંતિમ તબક્કાના માનવ પરીક્ષણમાં મોલનુપીરવરને એવા દર્દીઓ માટે પણ તપાસવામાં આવી રહ્યા છે જે હોસ્પિટલમાં દાખલ નથી.