Site icon Revoi.in

કેદારનાથથી PM મોદીનું સંબોધન, કહ્યું – આજે પણ દેશના અનેક તપસ્વીઓ આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરે છે

Social Share

નવી દિલ્હી: પીએમ મોદી આજે ગુજરાતીઓના નવા વર્ષના પર્વ પર કેદારનાથ પહોંચ્યા હતા. અહીંયા તેઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે બાબા કેદારનો રૂદ્રાભિષેક કર્યો હતો. આ બાદ આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. કેદારનાથમાં સંબોધન દરમિયાન તેઓએ કહ્યું હતું કે, બદ્રીનાથ ધામ માટે 245 કરોડ રૂપિયાની ધનરાશિ તમારા દ્વારા સ્વીકૃત થઇ છે. ગંગોત્રી અને યમુનોત્રી માટે કરોડો રૂપિયાના કાર્ય સ્વીકૃત થઇ ગયા છે.

અહીંયા કેદારનાથમાં બાબા કેદારના રૂદ્રાભિષેક બાદ જનતાને સંબોધિત કરવા સમયે તેઓએ જય બાબા કેદારના ઉદ્વોષ સાથે સંબોધનની શરૂઆત કરી હતી. જનતાને સંબોધિત કરતા કહ્યું હતું કે, આપણો દેશ જેટલો વિશાળ છે એટલી જ ઋષિ પરંપરાઓ પણ છે. આજે પણ દેશના અનેક ખૂણે એક એક તપસ્વીઓ આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરતા રહે છે.

કેદારનાથમાં આવેલી કુદરત્તી આપત્તિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અહીં થયેલું નુકસાન ખૂબ જ અકલ્પનીય છે. અહીંની મુલાકાત કરતા તીર્થયાત્રાળુઓને મનમાં કેદારનાથના ફરી બેઠા થવા અંગે અસમંજસ હતી પરંતુ મારો અંતરઆત્મા કહેતો હતો કે તે પહેલા કરતા વધુ ભવ્યાતિભવ્ય થશે. ઇશ્વરની કૃપાથી આ શક્ય બન્યુ હતું.

કેદારનાથના વિકાસ કાર્યો અંગે જણાવ્યું હતું કે, તેઓ કેદારનાથ પરના વિકાસકાર્યોને સતત ડ્રોન ફૂટેજ દ્વારા નજર રાખી રહ્યા હતા. તેઓએ એક કહેવત યાદ કરી હતી કે, એવી કહેવત છે કે, પહાડનું પાણી, પહાડની જવાની કદી પહાડના કામ નથી આવતા. પરંતુ હવે પાણી પણ પહાડના કામ આવશે અને જવાની પણ પહાડના માટે ઉપયોગી બનશે. આગામી દાયકામાં ઉત્તરાખંડમાં પર્યટન ઉદ્યોગને વેગ મળશે.