Site icon Revoi.in

વારાણસીની મુલાકાતે પીએમ મોદી, અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ

Social Share

નવી દિલ્હી: પીએમ મોદી આજે વારાણસીની મુલાકાતે છે. 10 દિવસમાં બીજી વાર એવું બન્યું છે કે પીએમ મોદી વારાણસી પહોંચ્યા છે. પીએમ મોદીએ યુપીમાં સીએમ યોગી આદિત્યનાથ સાથે થનારા વિકાસ કાર્યોના પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. પીએમ મોદીએ તે ઉપરાંત અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શુભારંભ પણ કરાવ્યો હતો.

પીએમ મોદીએ વારાણસથી દૂર કરખિયાંવ સ્થિત સભાસ્થળ પર પહોંચીને 22 વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. આ વિકાસ પ્રોજેક્ટ્સનો અંદાજીત ખર્ચ 870.16 કરોડ જેટલો છે. આ સાથે જ 1225.1 કરોડના પાંચ પ્રોજેક્ટ્સની આધારશીલા રાખી જેમાંથી સૌથી મોટો પ્રોજેક્ટ 475 કરોડનો ખરખિયાંવમાં બનાસ ડેરી સંકુલ છે. પીએમ મોદીના હસ્તે વારાણસીમાં બનાસ ડેરીના પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. વારાણસીમાં 475 કરોડના ખર્ચે બનાસ ડેરીનો પ્લાન્ટ સ્થપાશે. જેનાથી યુપીના ખેડૂતો તેમજ પશુપાલકોને સીધો જ લાભ થશે.

આ ઉપરાંત પીએમ મોદીએ ઓલ્ડ કાશીના છ વોર્ડનો પુર્નવિકાસ, બેનિયાબાગમાં પાર્કિંગ અને પાર્ક, નદેસર અને સોનભદ્ર તળાવોનું બ્યુટિફિકેશન, રમનામાં 50 એમએલડી સીવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ અને સ્માર્ટ સિટી મિશન હેઠળ 720 સ્થાનો પર લગભગ 1400 ઉન્નત નિગરાણી કેમેરા લગાવવાના કાર્યનો શુભારંભ કરાવ્યો.

લોકાર્પણ બાદ જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, આપણે ત્યાં ગાયની વાત કરવી, ગોબર ધનની વાત કરી, કેટલાક લોકોએ એવા સંજોગો ઉભા કર્યા છે કે જાણે આપણે કોઇ ગુનો આચર્યો હોય. ગાય કેટલાક લોકો માટે ગુનો હોઇ શકે, પરંતુ અમારા માટે ગાય માતા છે. પૂજનીય છે. આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે, બનાસ ડેરી સાથે જોડાયેલા લાખો ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. રામનગરને દૂધ પ્લાન્ટને ચલાવવા માટે બાયોગેસ આધારિત પાવર પ્લાન્ટનો પણ શિલાન્યાસ થયો છે.