Site icon Revoi.in

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: PM મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે શુભકામનાઓ આપી, નારી શક્તિને કરી સલામ

Social Share

નવી દિલ્હી: આજનો દિવસ ખાસ છે કારણ કે આજે છે 8 માર્ચ. આજનો દિવસ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ મહિલા સશક્તિકરણ તેમજ મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવાનો છે. આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ દેશની મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ પાઠવતાં સલામ કરી છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર પીએમ મોદીએ ટ્વીટર કરતાં કહ્યું કે, ભારત આપણા રાષ્ટ્રની મહિલાઓની અનેક ઉપલબ્ધિઓ પર હંમેશાથી ગર્વ કરતું રહ્યું છે. આ અમારી સરકાર માટે સન્માનની વાત છે કે અમને વિભિન્ન ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણને આગળ ધપાવવા માટે કામ કરવાનો અવસર પ્રાપ્ત થઇ રહ્યો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ પણ દેશવાસીઓને મહિલા દિવસની શુભકામનાઓ પાઠવી છે. રામનાથ કોવિંદે ટ્વીટ કરીને કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે તમામ દેશવાસીઓને મારી હાર્દિક શુભકામનાઓ. આપના દેશની મહિલાઓ અનેક ક્ષેત્રોમાં ઉપલબ્ધિઓના નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. આવો આજના દિવસે આપણે સૌ મહિલાઓ તેમજ પુરુષોની વચ્ચે અસામનતા પૂર્ણ રૂપે સમાપ્ત કરવાનો સામૂહિક સંકલ્પ લઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષ માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ “Women in leadership: an equal future in a COVID-19 world” રાખવામાં આવી છે. આ થીમ COVID-19 મહામારી દરમિયાન સ્વાસ્થ્ય દેખભાળ, શ્રમિકો, ઇનોવેટર વગેરેના રૂપમાં દુનિયાભરમાં વિવિધ ઉંમરની મહિલાઓના યોગદાનને રેખાંકિત કરે છે.

(સંકેત)