Site icon Revoi.in

પીએમ મોદીએ 9 મેડિકલ કોલેજોનું ઉદ્વાટન કર્યું, કહ્યું – હજારો ડૉક્ટર્સ-પેરામેડિક્સ માટે રોજગારીનું સર્જન થયું

Social Share

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે હવે પીએમ મોદી ઉત્તર પ્રદેશમાં અનેક વિકાસ કાર્યોનું ઉદ્વાટન કરવા પહોંચ્યા હતા. સિદ્વાર્થનગરમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ 9 મેડિકલ કોલેજોનું ઉદ્વાટન કર્યું હતું. તેમણે સિદ્વાર્થનગર, એટા, હરદોઇ, પ્રતાપગઢ, ગાઝીપુર, મિર્ઝાપુર અને જૌનપુર જીલ્લાઓમાં આવેલી મેડિકલ કોલેજોનું ઉદ્વાટન કર્યું હતું. 2329 કરોડ રૂપિયાના અંદાજીત ખર્ચે આ 9 મેડિકલ કોલેજોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પૂર્વાંચલથી જ સમગ્ર દેશ માટે ખુબ જરૂરી મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મોટી યોજના શરૂ થઈ રહી છે.

પીએમ મોદીએ મેડિકલ કોલેજોના લોકાર્પણ દરમિયના કહ્યું હતું કે, આ કોલેજોના નિર્માણથી 2500 નવા બેડ્સ તૈયાર થયા છે. 5 હજારથી વધુ ડૉક્ટર્સ તેમજ પેરામેડ્કિસ માટે નવી રોજગારીનું તકોનું સર્જન થયું છે. આ સાથે જ દર વર્ષે સેંકડો યુવાઓ માટે મેડિકલના અભ્યાસનો નવો માર્ગ ખુલ્યો છે. યુપી અને પૂર્વાંચલમાં આસ્થા, આધ્યાત્મ અને સામાજીક જીવન સાથે જોડાયેલો ખૂબ વિસ્તૃત વારસો છે.

પીએમ મોદીના સંબોધનના અંશો

પીએમ મોદીએ સંબોધન દરમિયાન કહ્યું હતું કે, પહેલા લોકો માત્ર પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે કમાણી કરીને તીજોરી ભરત હતા. બીમારી અમીર ગરીબમાં કોઇ ભેદવાન નથી કરતી. 7 વર્ષ અગાઉની દિલ્હી અને યુપીની સરકાર માત્ર ઘોષણાઓ કરીને મૂક થઇ જતા હતા. યૂપીમાં ગત સરકારની ભ્રષ્ટાચારની ચાઇકલ સતત ચાલતી હતી.

મેડિકલ કોલેજના ઉદ્વાટન દરમિયાન તેઓએ કહ્યું હતું કે, દર વર્ષે સેંકડો વિદ્યાર્થીઓ માટે મેડિકલ માટે નવો માર્ગ ખુલ્યો છે. અગાઉની સરકારે જે વિસ્તારોને વેરાન છોડી દીધા હતા ત્યાં હવે મેડિકલ હબ બનશે અને સ્વાસ્થ્યનો પ્રકાશ ફેલાશે. યોગીજીને અવસર મળતા જ તેઓએ અહીંયાના બાળકોને મૃત્યુથી બચાવ્યા. સ્વતંત્રતા પૂર્વે અને બાદમાં મૂળભૂત સુવિધાઓ અને ચિકિત્સા સેવાઓનો અભાવ જોવા મળતો હતો અને બીમારીઓમાં સારવાર અર્થે અન્ય શહેરોમાં જવાની નોબત આવતી હતી.

આજનો દિવસ પૂર્વાંચલની સાથોસાથ યુપી માટે આરોગ્યનો ડબલ ડોઝ અને ભેટ લઇને આવ્યું છે. પૂર્વાંચલથી દેશ માટે મેડિકલ માળખાની મોટી યોજનાનો શુભારંભ થવા જઇ રહ્યો છે જે કાશીથી કરાશે. આ કેન્દ્ર તેમજ યુપી સરકારના અનેક કર્મયોગીઓની તપસ્યાનું ફળ છે.

વર્ષો સુધી અહીંયા બિલ્ડિંગોનું નિર્માણ નહોતું થયું, બિલ્ડિંગ હોય તો મશીનનો અભાવ હતો. બંને હોય તો ડૉક્ટર અને સ્ટાફની અછત હતી. તે ઉપરાંત ગરીબોને સતત લૂંટતી ભ્રષ્ટાચારની સાયકલ પણ 24 કલાક ચાલતી હતી.

શું ઉત્તરપ્રદેશના ઇતિહાસમાં પહેલા ક્યારેય એક સાથે આટલી મેડિકલ કોલેજોનું લોકાર્પણ થયું હોય તેવું કોઇને યાદ છે? શું ક્યારેય આ શક્ય બન્યું છે? પહેલા આવું નહોતુ થતું અને હવે શા માટે આવું થઇ રહ્યું છે, તેનું એકમાત્ર કારણ – રાજનીતિક ઇચ્છાશક્તિ અને રાજનીતિક પ્રાથમિકતા છે.