Site icon Revoi.in

પેરાલિમ્પિક્સના વિજેતા ખેલાડીઓ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત, ખેલાડીઓ સાથે સંવાદ સાધ્યો

Social Share

નવી દિલ્હી: ભારતે પહેલીવાર પેરાલિમ્પિક્સમાં 19 મેડલ જીતીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારે ભારતને આ ગૌરવ અપાવનારા વિજેતા ખેલાડીઓ સાથે આજે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી મોદીએ રૂબરૂ મુલાકાત કરી. પેરાલિમ્પિકસમાં શાનદાર પ્રદર્શન કરીને દેશનું બહુમાન કરવા બદલ પ્રધાનમંત્રી મોદીએ તમામ ચૈમ્પિયંસ ખેલાડીઓને મળીને તેમનું સન્માન કર્યું અને તેમની સાથે વાતચીત કરી.

આપને જણાવી દઇએ કે આ વખતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન દમદાર રહ્યું હતું. ભારતે પ્રથમવાર પેરાલિમ્પિક્સમાં 19 મેડલ હાંસલ કરીને અનોખી સિદ્વિ હાંસલ કરી છે. ભારતનું નામ રોશન કરનારા ખેલાડીઓ સાથે પીએમ મોદીએ રૂબરુ મુલાકાત કરી હતી.

પીએમ મોદીએ આ અંગે એક પણ ટ્વિટ કરી હતી, જેમાં લખ્યું હતું કે, અમારા ચેમ્પિયન્સ સાથે એક મુલાકાત. જે ટોક્યોથી ગર્વ અને વિજય લઇને આવ્યાં છે. પૈરા એથ્લેટ્સ સાથે એક મુલાકાત.

નોંધનીય છે કે, ભારતે પેરાલિમ્પિક 2020માં 19 મેડલ જીત્યા છે. જેમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર મેડલ અને 6 બ્રોન્ઝ મેડલ છે. આ પહેલા ભારતે તમામ પેરાલિમ્પિક્સમાં 12 મેડલ જીત્યા હતા. જેમાં 4 ગોલ્ડ, 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ સામેલ છે.

તમને જણાવી દઈએ કે 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી જાપાનના ટોક્યોમાં પેરાલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના ખેલાડીઓ 1984 થી પેરાલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યા છે. પેરાલિમ્પિક્સ 2020 ભારત માટે શ્રેષ્ઠ રહ્યું છે. ભારતે પ્રથમ વખત પેરાલિમ્પિક્સમાં આટલા મેડલ જીત્યા છે.

Exit mobile version