Site icon Revoi.in

G-7 શિખર સંમેલન: પર્યાવરણ, સ્વાસ્થ્ય સહિતના મુદ્દાઓ પર PM મોદીએ પ્રકાશ પાડ્યો

Social Share

નવી દિલ્હી: રવિવારે યોજાયેલી જી-7 દેશોના શિખર સંમેલનના બે સત્રમાં પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે ક્લાઇમેટ ચેન્જ અને ઑપન સોસાઇટીઝ સેશનમાં પોતાની વાત રાખી. વિદેશ મંત્રાલય અનુસાર પીએમએ લોકતંત્ર, સ્વતંત્રતા માટે ભારતની પ્રતિબદ્વતા પર ભાર મૂક્યો હતો.

પીએમ મોદીએ સત્રને સંબોધિત કરતા કહ્યું હતું કે, ભારત આતંકવાદ, અધિનાયકવાદ અને હિંસક અતિવાદથી ઉત્પન્ન ખતરાથી સંયુક્ત મૂલ્યોની રક્ષા માટે જી-7નું સ્વાભાવિક સહયોગી છે. મોદીએ સત્ર દરમિયાન ખુલ્લા સમાજમાં રહેલી નબળાઇઓ પર પ્રકાશ પાડતા, ટેક્નોલોજી કંપનીઓને સલામત સાયબર સ્પેસ પ્રદાન કરવા હાકલ કરી હતી.

જી-7 શિખર સંમેલન પર વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, નેતાઓએ મુક્ત, ખુલા અને નિયમ આધારિત હિન્દ-પ્રશાંતને લઈને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને ક્ષેત્રમાં ભાગીદારોની સાથે સહયોગ કરવાનો સંકલ્પ લીધો. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમારી ભાગીદારી જી-7 અંદર સમજને દર્શાવે છે કે ભારતની ભૂમિકા વિના સૌથી મોટા વૈશ્વિક સંકટનું સમાધાન સંભવ નથી. ભારત સ્વાસ્થ્ય પ્રશાસન, રસીની પહોંચ અને જળવાયુને લઈને પગલા ભરવા સહિત મુખ્ય મુદ્દા પર જી-7, અતિથિ ભાગીદારોની સાથે જોડાઈને રહેશે.

બીજી તરફ કોવિડની રસી પર પેટેન્ટ છૂટ માટે ભારત, દક્ષિણ આફ્રિકાના પ્રસ્તાવ પર સમજૂતિ માટે જી-7 શિખર સંમેલનમાં વિચાર-વિમર્શમાં વ્યાપક સમર્થન પ્રાપ્ત થયું છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જી-7 સમિટના ઓપન સોસાયટી અને ઓપન ઇકોનોમીસ સત્રમાં મોદીએ ડિજિટલ સંબોધનમાં લોકશાહી, વૈચારિક સ્વતંત્રતા અને સ્વતંત્રતા પ્રત્યે ભારતની સભ્યતાપૂર્ણ પ્રતિબદ્ધતાને દોરવી હતી.