Site icon Revoi.in

ભારતના યૂથે વિશ્વની કેટલીક ગંભીર સમસ્યાનું તકનિકી નિકારણ શોધ્યું છે: પીએમ મોદી

Social Share

નવી દિલ્હી: પીએમ મોદીએ વિવાટેકની 5મી એડિશનને સંબોધિત કરી હતી અને તેમણે ટેક્નોલોજી અને ઇનોવેશનની સિદ્વિઓ પણ વર્ણવી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે કન્વેન્શન ફેલ થઇ જાય છે તો ઇનોવેશન કામ આવે છે. મહામારીને કારણે ઉત્પન્ન થયેલા વિધ્નો બાદ આપણે સ્વાસ્થ્ય સુવિધાઓ અને અથતંત્રને સુધારી તૈયાર કરવાની જરૂર છે.

પીએમ મોદીએ ભારતની સિદ્વિ વિશે વાત કરતા કહ્યું હતું કે, ભારતના યૂથે વિશ્વની કેટલીક ગંભીર સમસ્યાનું તકનિકી નિકારણ શોધ્યું છે. આજે ભારતમાં 1.18 બિલિયન મોબાઇલ ફોન અને 775 મિલિયન ઇન્ટરનેટ યૂઝર્સ છે.

આરોગ્ય સેતુ એપ વિશે વાત કરતા કહ્યું હતું કે, આરોગ્ય સેતુ દ્વારા અસરકારક કોન્ટ્રેક્ટ ટ્રેસિંગને એનેબલ કરવામાં આવ્યું. આપણો કો-વિન પ્લેટફોર્મ પહેલા જ લાખો લોકોને રસી નક્કી કરવામાં મદદ કરી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, જો આપણે ઇનોવેશન ના કરત તો કોરોના વિરુદ્વ આપણી લડાઇ ખૂબ નબળી પડી હોત.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આધારે મહામારી દરમિયાન લોકોને સમય પર મદદ પહોંચાડવામાં મદદ કરી, લોકોને ફ્રી રાશન, ભોજન પકાવવા માટે ઇંધણ આપવામાં આવ્યું. વિવા ટેક સંમેલનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, કોવિડની બે રસી ભારતમાં બનાવવામાં આવી છે અને કેટલીક અન્ય રસીના વિકાસ અને ટ્રાયલ ચાલી રહી છે.

પીએમ મોદીએ કહ્યુ કે, હું પ્રતિભા, બજાર, મૂડી, પરિવેશ અને મુક્તપણાની સંસ્કૃતિ આ 5 સ્તંભોના આધાર પર વિશ્વને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરુ છું. સ્ટાર્ટઅપને સ્વાસ્થ્ય સેવાઓ, પર્યાવરણ અનુકૂળ ટેક્નોલોજી, કૃષિ, શિક્ષણ-તાલિમની નવી રીતભાતના ક્ષેત્રમાં સંભાવનાઓ શોધવી પડશે.