1. Home
  2. Tag "Address"

આપણે ઉજ્જવળ આવતીકાલ માટે આજે સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું પડશે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરની આંતરરાષ્ટ્રીય પરિષદના છઠ્ઠા સંસ્કરણને સંબોધન કર્યું હતું.  આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમની સહભાગિતા આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં મહત્ત્વપૂર્ણ મુદ્દા પર વૈશ્વિક ચર્ચા અને નિર્ણયોને મજબૂત કરશે. વર્ષ 2019માં કોએલિશન ફોર ડિઝાસ્ટર રિસાયલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં તેની પ્રભાવશાળી વૃદ્ધિ […]

સંભવિત મહિલાઓને તકો મળવી જોઈએ, તેમના જીવનમાં ‘જો અને પણ’ નો સમય પૂરો થયો: PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવન ખાતે રાજ્યસભાને સંબોધન કર્યું હતું. ગૃહને સંબોધતા વડાપ્રધાને ટિપ્પણી કરી કે આજનો પ્રસંગ ઐતિહાસિક અને યાદગાર છે. તેમણે લોકસભામાં તેમના સંબોધનને યાદ કર્યું અને આ ખાસ અવસર પર રાજ્યસભાને સંબોધવાની તક આપવા બદલ અધ્યક્ષનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યસભાને સંસદનું ઉપલું ગૃહ ગણવામાં આવે છે તેની […]

લાયન કન્‍ઝર્વેશન એન્‍ડ પ્રોટેક્શનની યોજનાઓ અને પ્રોજેક્ટ્સ અસરકારક બનાવ્યા છે : મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે સિંહના સંરક્ષણ, સંવર્ધનને પ્રાથમિકતા આપીને લાયન કન્‍ઝર્વેશન એન્‍ડ પ્રોટેક્શનની યોજનાઓ તથા પ્રોજેક્ટ્સ અસરકારક અને વ્યાપક બનાવ્યા છે. મુખ્યમંત્રી ગાંધીનગરમાં વિશ્વસિંહ દિવસ-2023ની ગરિમામય ઉજવણીમાં સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ ઉજવણીમાં બાયસેગના માધ્યમથી સહભાગી થયેલી 74 તાલુકાઓની સાત હજાર ઉપરાંત શાળાઓ, વન્યપ્રાણી પ્રેમી નાગરિકો, […]

“મહિલાઓના આર્થિક સશક્તિકરણ” અંગે પીએમ મોદી વેબિનારમાં સંબોધન કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે “મહિલાઓના આર્થિક સશક્તિકરણ” વિષય પર બજેટ પછી યોજનારા વેબિનારના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કરશે. આ વેબિનારનું આયોજન મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમજ ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા કરાયું છે. આ વેબિનાર મહિલાઓની માલિકીના અને મહિલાઓના નેતૃત્વ હેઠળના વ્યાવસાયિક સાહસોના દીર્ઘકાલિન વિકાસ માટે મનોમંથન કરવાના અને મજબૂત માર્ગો તૈયાર કરવાના […]

સરકારની તમામ યોજનાઓમાં મહિલાઓના હિતને સર્વોપરી રાખવામાં આવ્યું છેઃ રાષ્ટ્રપતિનું સંસદમાં સંબોધન

નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર મંગળવારે સવારે શરૂ ગયું હતું. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થઈ હતી. રાષ્ટ્રપતિએ લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આજે આંદામાન અને નિકોબારમાં અમે સુભાષ ચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજનું સન્માન કર્યું હતું. તાજેતરમાં જ મારી સરકારે નેતાજી પર એક […]

લચિત બરફૂકનની 400મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગ્રે પીએમ મોદી શુક્રવારે સંબોધન કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 25મી નવેમ્બરે લચિત બરફૂકનની 400મી જન્મજયંતિની વર્ષભરની ઉજવણીના સમાપન સમારોહને સંબોધિત કરશે. લચિત બરફૂકન અહોમ કિંગડમની રોયલ આર્મીના જનરલ હતા, જેમણે 1671માં સરાઈઘાટના યુદ્ધમાં મુઘલોને કારમી હાર આપી હતી પીએમ મોદીનો સતત પ્રયાસ રહ્યો છે કે તેઓ અનસંગ હિરોને યોગ્ય રીતે સન્માનિત કરે. આ અનુસંધાનમાં, દેશ 2022ને લચિત બરફૂકનની […]

હાલના સમયમાં દુનિયા ભારતીય અર્થવ્યવસ્થાના મૂળભૂત સિદ્ધાંતો વિશે સહમતઃ PM મોદી

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કર્ણાટક રાજ્યના વૈશ્વિક રોકાણકાર સંમેલન ‘ઇન્વેસ્ટ કર્ણાટક 2022’ના ઉદ્ઘાટન સમારંભમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે,  કર્ણાટક પરંપરા અને ટેકનોલોજી, પ્રકૃતિ અને સંસ્કૃતિ, અદ્ભુત સ્થાપત્ય અને વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ્સનું સંયોજન છે. “જ્યારે પ્રતિભા અથવા ટેકનોલોજીની વાત આવે છે ત્યારે મનમાં બ્રાન્ડ બેંગલુરુ સૌથી પહેલા […]

ભારતનું અર્થતંત્ર ખૂબ ઝડપથી વિકાસ કરી રહ્યું છેઃ પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મુર્મુનું સંબોધન

નવી દિલ્હીઃ  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ દેશને સંબોધિત કર્યો હતો.તેમણે પોતાના પ્રથમ સંબોધનમાં મહિલાઓના અધિકારથી લઈ આદિવાસી સમુદાયના યોગદાન વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે કોરોનાના સમયે જ્યારે સમગ્ર વિશ્વ સંકટનો સામનો કરી રહ્યું હતું ત્યારે ભારત સ્થિતિને કાબૂમાં લઈ રહ્યું હતું. હવે ભારત વિશ્વમાં સૌથી ઝડપભેર આગળ વધતા અર્થતંત્રો પૈકીનું એક […]

ગુજરાતે માત્ર પોલિટીક્સ જ નહીં પણ સાંસ્કૃતિક, અને આર્થિક ક્ષેત્રે મહત્વની ભૂમિકા નિભાવી છેઃ રાષ્ટ્રપતિ

ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ આજે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને સંબોધનમાં ગાંધીજી, સરદાર પટેલ, મોરારજી દેસાઈને યાદ કરીને ગુજરાતના વખાણ કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે માત્ર પોલિટિક્સમાં જ નહીં પણ સાંસ્કૃતિક, સામાજિક, અને આર્થિક ક્ષેત્રે મહત્વની ભૂમિકા નિભાવી છે. ગુજરાત સાથે મારો નાતો જૂનો છે. 70 ના દાયકાથી મારુ અહી આવવા-જવાનુ થાય છે. મારી પ્રત્યેક યાત્રામાં […]

ગોવા મુક્તિ દિવસની ઉજવણી: પીએમ મોદીએ કહ્યું – આજે તમારો જોશ ગોવાની હવામાં મુક્તિના ગૌરવને વધારી રહ્યો છે

ગોવા મુક્તિ દિવસની ઉજવણી પીએમ મોદીએ સેલ પરેડ અને ફ્લાઇપાસ્ટમાં લીધો ભાગ પણજીના આઝાદ મેદાનમાં શહીદ સ્મારક પર શહીદોને શ્રદ્વાંજલિ આપી અનેક વિકાસ યોજનાઓનું ઉદ્વાટન કર્યું નવી દિલ્હી: પીએમ મોદી અત્યારે ગોવાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે પણજીમાં મીરામાર બીચ પર ગોવા લિબરેશન ડેના અવસર પર આયોજીત સેલ પરેડ અને ફ્લાઇપાસ્ટમાં ભાગ લીધો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code