Site icon Revoi.in

વન રેશન કાર્ડથી મજૂરોને સીધો લાભ થઇ રહ્યો છે – પીએમ મોદી

Social Share

નવી દિલ્હી: સરકારની મહત્વાકાંક્ષી ડિજીટલ ઇન્ડિયા યોજનાને આજે 6 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે પીએમ મોદીએ આ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ ભીમ એપ, વન નેશન-વન રેશન કાર્ડ સહિત અન્ય કેટલીક યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. કોરોના કાળમાં ટેક્નોલોજીએ સામાન્ય માણસોને ફાયદો અપાવ્યો છે તેવું મોદીએ જણાવ્યું હતું.

આ અવસર પર પીએમ મોદીએ સંવાદ સાધતા કહ્યું હતું કે, ડિજીટલ ઇન્ડિયાએ ભારતના સપના આગળ વધાર્યા છે અને સામાન્ય મનુષ્યને લાભાન્વિત કર્યા છે. ડિજીટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારતની સાધના છે. તે સશક્ત બની રહેલા ભારતનો જયઘોષ છે. વન નેશન, વન રેશન કાર્ડથી સૌથી વધારે ફાયદો મજૂરોને થયો છે. અનેક રાજ્યોએ આ યોજના લાગૂ નહોતી કરી પરંતુ હવે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તમામે આ સ્કીમ લાગુ કરવી પડશે.

પીએમ મોદીએ આ ઉપરાંત ઑનલાઇન અભ્યાસ કરતા બાળકો સાથે પણ સંવાદ સાધ્યો હતો. સાથે જ દીક્ષા પ્રોગ્રામ દ્વારા બાળકોને ભણાવતા શિક્ષકો સાથે સંવાદ સાધ્યો હતો તથા કોરોના મહામારી દરમિયાન તે કેવી રીતે મદદરૂપ બન્યું તેની જાણકારી પ્રાપ્ત કરી હતી.

વડાપ્રધાને મહારાષ્ટ્રના ખેડૂત સાથે પણ ચર્ચા કરી હતી જે પોતાનો પાક ઓનલાઈન વેચે છે. વડાપ્રધાને લોકોને ડૉક્ટર્સ ડેની પણ શુભેચ્છા પાઠવી હતી.