1. Home
  2. Tag "Digital India"

ડિજિટલ ઇન્ડિયાની ગગનચુંબી છલાંગ: એક મહિનામાં UPI ટ્રાન્ઝેક્શન 22 અબજને પાર

નવી દિલ્હી, 1 મે 2026: ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ અટકવાનું નામ નથી લઈ રહી. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, એપ્રિલ મહિનામાં યુપીઆઈ (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) દ્વારા થતા વ્યવહારોમાં વાર્ષિક ધોરણે 25 ટકાનો જંગી વધારો નોંધાયો છે. એપ્રિલમાં કુલ વ્યવહારોની સંખ્યા 22.35 અબજને પાર કરી ગઈ છે, જેનું […]

ભારતમાં પબ્લિક વાઇ-ફાઇના વ્યાપને વધારવા TRAIની કવાયત

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ આજે “ભારતમાં પબ્લિક વાઇ-ફાઇ નેટવર્કનો પ્રસાર” વિષય પર એક મહત્વપૂર્ણ પરામર્શ પત્ર જાહેર કર્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરમાં પબ્લિક વાઇ-ફાઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વૃદ્ધિને વેગ આપવા અને આ ક્ષેત્રમાં આવતા પડકારોને દૂર કરવાનો છે. TRAI દ્વારા બહાર પાડવામાં આવેલા આ પત્રમાં અન્ય દેશોની […]

નશા મુક્ત ભારત અભિયાન હવે વધુ હાઈટેક બનશે,કેન્દ્ર સરકાર લોન્ચ કરશે NMBA એપ 2.0

નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: દેશના યુવાધનને નશાના દૂષણથી બચાવવા માટે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. સરકાર હવે ‘નશા મુક્ત ભારત અભિયાન’ (NMBA) ને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા માટે ‘NMBA એપ 2.0’લોન્ચ કરવા જઈ રહી છે. આ નવી એપ દ્વારા નશા મુક્તિના પ્રયાસોનું રિયલ-ટાઇમ મોનિટરિંગ […]

ડિજિટલ ઈન્ડિયાની વિજયકૂચ: લાંબી કતારો ભૂતકાળ બની, UPI એ ભારતની આર્થિક તસવીર બદલી નાખી

નવી દિલ્હી, 11 એપ્રિલ 2026: એક સમય હતો જ્યારે ભારતમાં સામાન્ય બેંકિંગ વ્યવહાર કે બિલ ભરવા માટે કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવું પડતું હતું. પરંતુ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. ભારતની આ નાણાકીય સફર હવે ‘કતારથી ક્યુઆર કોડ’ સુધી પહોંચી ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતના આ પરિવર્તનકારી ડિજિટલ પ્રવાસને બિરદાવતા જણાવ્યું છે કે, […]

ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોંએ ભારતની ડિજિટલ ક્રાંતિને બિરદાવી, બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ ફરમાવવા કરી અપીલ

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી, 2026 : રાજધાની દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ’ ખાતે આયોજિત ‘India AI Impact Summit 2026’ માં વિશ્વભરના દિગ્ગજો એકઠા થયા હતા. આ વૈશ્વિક મંચ પરથી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના ટેકનોલોજીકલ ઉત્થાનની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. મેક્રોંએ પોતાના ભાષણની શરૂઆત ‘નમસ્તે’ થી કરી સૌના દિલ જીતી લીધા […]

AI આધારિત ‘ભાષિણી’ ટૂલ્સ થકી ગુજરાતીનો વધુ સારો ઉપયોગ થઈ શકશે: અર્જુન મોઢવાડીયા

ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો ‘ભાષિણી રાજ્યમ’ વર્કશોપ યોજાયો ગાંધીનગર, 12 ફેબ્રુઆરી, 2026 – AI-based ‘Bhashini’ tool – AI આધારિત ‘ભાષિણી’ ટૂલ્સ થકી ગુજરાતી સહિત દેશની વિવિધ સ્થાનિક ભાષાઓનો વધુ સારો ઉપયોગ થઈ શકશે. પોતાની ભાષા અને બોલી જાળવી રાખવી એ આપણા સૌની ફરજ છે. ભારત વિવિધતા ધરાવતો દેશ છે એટલે જ દરેક પ્રદેશની બોલી-ભાષા અલગ અલગ છે. ડિજિટલ […]

AI ક્ષેત્રે ભારતની વૈશ્વિક છલાંગ: રૂ.10,300 કરોડનું  IndiaAI મિશન

નવી દિલ્હી, 30 ડિસેમ્બર 2025 : ભારત અત્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના એક નવા યુગના ઉંબરે ઉભું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકારે ‘IndiaAI Mission’ હેઠળ આગામી પાંચ વર્ષ માટે  રૂ. 10,300 કરોડથી વધુનું બજેટ ફાળવ્યું છે. આ મિશન અંતર્ગત અત્યાર સુધીમાં 38,000 GPUs (ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ્સ) તૈનાત કરી દેવામાં આવ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને […]

ડિજીટલ ઈન્ડિયા, ગુજરાતમાં 25,000 ફાઈબર-ટુ-હોમ જોડાણ આપવામાં આવશે

ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ થકી જનસુખાકારી અને ‘ઇઝ ઑફ લિવિંગ’ વધારવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘ડિજિટલ ઇન્ડિયા’ અભિયાનની શરૂઆત કરી હતી. સમયની સાથે આ અભિયાન વધુ વિસ્તૃત થયું છે. આ અભિયાનને સાકાર કરવા માટે ગુજરાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ડિજિટલ ગુજરાતની દિશામાં આગળ વધી રહ્યું છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના ઘરોને ‘સ્માર્ટ હોમ્સ’ માં […]

ડિજિટલ ઈન્ડિયાઃ ભારતમાં ઈન્ટરનેટ વપરાશકારોનો આંકડો 95 કરોડથી વધારે

નવી દિલ્હીઃ ‘ડિજિટલ ઈન્ડિયા‘ યોજના હેઠળ, હાલમાં દેશના 95 ટકા ગામડાઓમાં 3G અથવા 4G ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારે શુક્રવારે આ માહિતી આપી હતી.સંચાર મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતમાં (માર્ચ 2024) કુલ 95.44 કરોડ ઇન્ટરનેટ ગ્રાહકો છે. તેમાંથી 39.83 કરોડ યુઝર્સ ગ્રામીણ ભારતમાં છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે દેશના કુલ 6,44,131 […]

ડિજીટલ ઈન્ડિયાઃ રાજકોટની તમામ ગ્રામ પંચાયતમાં હવે ક્યુઆર કોડ મારફતે પેમેન્ટ કરી શકશે

રાજકોટઃ હાલ મોબાઈલ ટેક્નોલોજીના ઉપયોગથી પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે, ત્યારે “ડિજિટલ ઈન્ડિયા” અંતર્ગત પંચાયતોમાં વેરા વસૂલાતમાં પણ યુ.પી.આઈ. (યુનિફાઈડ પેમેન્ટસ્ ઇન્ટરફેસ)થી પેમેન્ટની સિસ્ટમ લાગુ કરાઈ રહી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીદેવ ચૌધરીના નેતૃત્વમાં રાજકોટ જિલ્લાની તમામ 588 ગ્રામ પંચાયતોમાં ક્યુ.આર. કોડ મારફત યુ.પી.આઈ.થી પેમેન્ટની સિસ્ટમ લાગુ થઈ ગઈ છે. આમ રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code