Site icon Revoi.in

અંતરીક્ષમાં બ્લેકહોલની પાસે 6 ગેલેક્સીનો નજારો જોવા મળ્યો

Social Share

આપણું બ્રહ્માંડ અનેક પ્રકારના રહસ્યોથી ભરપૂર છે અને આ ક્ષેત્રે વિવિધ પ્રકારના શોધ સંશોધન બાદ આ વસ્તુ પ્રત્યક્ષ રીતે માલુમ પડે છે. યૂરોપિયન સર્ધન ઓબ્ઝર્વેટરીના વેરી લાર્જ ટેલિસ્કોપે 6 ગેલેક્સીઓના એક વિશાળ સમૂહને શોધી કાઢ્યો છે જે બ્લોકહોલની પાસે અટકેલો છે.

ગેલેક્સીઓના સમૂહ વિશે વાત કરવામાં આવે તો આ સમૂહ પૃથ્વીથી 1 અબજ પ્રકાશ વર્ષ દૂર છે. એવું માનવામાં આવે છે કે બ્લેકહોલ સૂર્ય જેવા એક અબજ જેટલા તારાઓ જેટલો ઘટ છે. આ તમામ ગેલેક્સી ગેસના વમળમાં ફસાઇ છે જે આપણી આકાશગંગા મિલ્કી વે કરતા 300 ગણી વધારે છે. એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સમાં પ્રકાશિત અભ્યાસ મુજબ ખગોળીય તાર કરોડિયાના જાળા જેવા છે.

રસપ્રદ વાત એ છે કે એક ગેલેક્સી બીજી ગેલેક્સીની આટલી નજીક જોવા મળી છે. ભાગ્યે જ આવો નજારો જોવા મળતો હોય છે. જે ગેલેક્સીઓ દેખાય છે તેના કરતા પણ બીજી ગેલેક્સીઓ પણ હશે એવું માનવામાં આવી રહ્યું છે. સુપરમેસિવ બ્લેક હોલ આસપાસ આ ગેલેક્સી સૌથી ચમકદાર છે.

આ ગેલેક્સી 1 અબજ પ્રકાશ વર્ષ દૂર હોવાનું એટલા માટે કહી શકાય કે તે અંદાજે 1 અબજ વર્ષ પાછળ જેટલું દેખાય છે. જાળા અને ગેલેક્સીની અંદર બ્લેક હોલને વિસ્તરવા માટે પુરતા પ્રમાણમાં ગેસ છે. ગેલેક્સીનું જાળુ બનવા માટે ડાર્કમેટરનું વિશાળ માળખુ મહત્વનું છે.

મહત્વનું છે કે આ પ્રક્રિયાને ડાયરેક્ટ કોલેપ્સ કહેવામાં આવે છે. આ વિશાળ ગેલેક્સી સમૂહનું દળ સૂર્ય કરતા લાખો ગણું વધારે છે. બીજી થીયરી મુજબ આ રચના બીગ બેંગના ખૂબ સમય પછી બ્લેકહોલથી પેદા થયેલા કોઇ વિશાળ તારાના નાશ થવાથી બની હશે.

(સંકેત)