1. Home
  2. ગુજરાતી
  3. અંતરીક્ષમાં બ્લેકહોલની પાસે 6 ગેલેક્સીનો નજારો જોવા મળ્યો
અંતરીક્ષમાં બ્લેકહોલની પાસે 6 ગેલેક્સીનો નજારો જોવા મળ્યો

અંતરીક્ષમાં બ્લેકહોલની પાસે 6 ગેલેક્સીનો નજારો જોવા મળ્યો

0
Social Share
  • સ્પેસમાં જોવા મળ્યો ગેલેક્સીનો નજારો
  • બ્લેકહોલની પાસે 6 ગેલેક્સીનો સમૂહ જોવા મળ્યો
  • યૂરોપિયન સર્ધન ઓબ્ઝર્વેટરીના ટેલિસ્કોપે આ વિશાળ સમૂહને શોધ્યો

આપણું બ્રહ્માંડ અનેક પ્રકારના રહસ્યોથી ભરપૂર છે અને આ ક્ષેત્રે વિવિધ પ્રકારના શોધ સંશોધન બાદ આ વસ્તુ પ્રત્યક્ષ રીતે માલુમ પડે છે. યૂરોપિયન સર્ધન ઓબ્ઝર્વેટરીના વેરી લાર્જ ટેલિસ્કોપે 6 ગેલેક્સીઓના એક વિશાળ સમૂહને શોધી કાઢ્યો છે જે બ્લોકહોલની પાસે અટકેલો છે.

ગેલેક્સીઓના સમૂહ વિશે વાત કરવામાં આવે તો આ સમૂહ પૃથ્વીથી 1 અબજ પ્રકાશ વર્ષ દૂર છે. એવું માનવામાં આવે છે કે બ્લેકહોલ સૂર્ય જેવા એક અબજ જેટલા તારાઓ જેટલો ઘટ છે. આ તમામ ગેલેક્સી ગેસના વમળમાં ફસાઇ છે જે આપણી આકાશગંગા મિલ્કી વે કરતા 300 ગણી વધારે છે. એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સમાં પ્રકાશિત અભ્યાસ મુજબ ખગોળીય તાર કરોડિયાના જાળા જેવા છે.

રસપ્રદ વાત એ છે કે એક ગેલેક્સી બીજી ગેલેક્સીની આટલી નજીક જોવા મળી છે. ભાગ્યે જ આવો નજારો જોવા મળતો હોય છે. જે ગેલેક્સીઓ દેખાય છે તેના કરતા પણ બીજી ગેલેક્સીઓ પણ હશે એવું માનવામાં આવી રહ્યું છે. સુપરમેસિવ બ્લેક હોલ આસપાસ આ ગેલેક્સી સૌથી ચમકદાર છે.

આ ગેલેક્સી 1 અબજ પ્રકાશ વર્ષ દૂર હોવાનું એટલા માટે કહી શકાય કે તે અંદાજે 1 અબજ વર્ષ પાછળ જેટલું દેખાય છે. જાળા અને ગેલેક્સીની અંદર બ્લેક હોલને વિસ્તરવા માટે પુરતા પ્રમાણમાં ગેસ છે. ગેલેક્સીનું જાળુ બનવા માટે ડાર્કમેટરનું વિશાળ માળખુ મહત્વનું છે.

મહત્વનું છે કે આ પ્રક્રિયાને ડાયરેક્ટ કોલેપ્સ કહેવામાં આવે છે. આ વિશાળ ગેલેક્સી સમૂહનું દળ સૂર્ય કરતા લાખો ગણું વધારે છે. બીજી થીયરી મુજબ આ રચના બીગ બેંગના ખૂબ સમય પછી બ્લેકહોલથી પેદા થયેલા કોઇ વિશાળ તારાના નાશ થવાથી બની હશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code