1. Home
  2. ગુજરાતી
  3. આજે જાપાનમાં યોજાશે ‘ક્વાડ’ દેશોની મહત્વની બેઠક – ચીનને ઘેરવાની તૈયારી
આજે જાપાનમાં યોજાશે ‘ક્વાડ’ દેશોની મહત્વની બેઠક – ચીનને ઘેરવાની તૈયારી

આજે જાપાનમાં યોજાશે ‘ક્વાડ’ દેશોની મહત્વની બેઠક – ચીનને ઘેરવાની તૈયારી

0
  • આજે જાપાનમાં યોજાશે ક્વાડ દેશોની  બેઠક
  • ક્વાડ દેશો તરફથી હવે ચીનને ઘેરવાની તૈયારી
  • ચીનના પ્રભઆવને ઘટાડવા બાબતે થશે વાતચીત
  • ભારક,જાપાન ,ઓસ્ટ્રેલિયા અને અમેરીકાનો ક્વાડ દેશઓમાં સમાવેશ

હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને ઘેરવાના ઈરાદાથી  ચતુષ્કોણીય ગઠબંધન દેશ એટલે કે ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓ આજ રોજ જાપાનના ટોકિયો શહેરમાં રાજદ્વારી વાતાઘાટો કરનાર છે, ક્વાડ નામના આ ચતુર્ભૂજિય સંગઠનમાં હિન્દ પ્રશાંત ક્ષેત્રના ચાર દેશો છે જેમાં  ભારત, જાપાન, યુએસએ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. ભારત તરફથી વિદેશ મંત્રી એસ જયશંકર અને વિદેશ મંત્રી માઈક પોમ્પિયો આ પ્રસંગે હાજર રહેશે

આ બેઠકમાં ભારતીય પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સલામતી, સ્થિરતા અને સમૃદ્ધિ વધારવાની રીત-ભાત પર ચર્ચા કરવામાં આવશે.આ યોજનારી બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયો અને ઓસ્ટ્રેલિયાના મારિજ પાયને પણ ઉપસ્થિત રહીને આ બેઠકમાં જોડાશે. કોરોના વાયરસની મહામારી શરૂ થયા બાદની આ પ્રથમ ટોકિયે દ્વારા મંત્રી-સ્તરની બેઠક યોજાનાર છે.

જાપને આ બેઠક બાબતે આશા વ્યક્ત કરી છે કે આ બેઠક ચીનના વધતા આક્રમણ સામે લડવામાં કેન્દ્રિત ‘સ્વતંત્ર અને હિન્દ-પ્રશાંત’ પહેલ પર ચાર સભ્ય દેશોની ભાગીદારી વધારવામાં મદદ કરશે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પીયો, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી  અને જાપાનના વિદેશ પ્રધાન તોશીમિત્સુ મોતેગીને ચર્ચાનો એક મંચ પ્રદાન કરવામાં આવશે.

જાપાની અધિકારીઓએ કહ્યું કે વિદેશી પ્રધાન કોવિડ -19 મહામારીની અસર અને વ્યાપક સુરક્ષા અને આર્થિક સહયોગ માટે સ્વતંત્ર અને  મૂક્ત ભારત-પ્રશાંત પહેલ પર ચર્ચા કરશે.

અમેરીકી વિદેશમંત્રીએ ક્વાડ બેઠકનો ભાગ બનવા પોતાના કાર્યક્રમમાં કર્યો ફેરફાર

ક્વાડ દેશોની બેઠકમાં ભઆગ લેવા માટે અમેરીકી  વિદેશ સચિવ માઇક પોમેપ્યોએ એશિયાની મુલાકાતનું શેડ્યૂલ ટૂંકું કર્યું છે. ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ સ્ટેટ્સના સમૂહ ‘ક્વાડ’ ની બીજી મંત્રી મંડળની બેઠકમાં ભાગ લેવા તેઓ ટોક્યો આવી પહોંચ્યો છે. પહેલેથી નક્કી કરેલી યોજના પ્રમાણે તે મંગોલિયા અને દક્ષિણ કોરિયા જશે નહીં.

સાહીન-

LEAVE YOUR COMMENT