Site icon Revoi.in

શ્રીલંકામાં ઇંધણની અછત, શ્રીલંકાએ ક્રૂડ ખરીદવા ભારત પાસે રૂ.3752 કરોડની લોન માંગી

Social Share

નવી દિલ્હી: ભારતના મિત્ર એવા શ્રીલંકાએ હવે મિત્ર પાસે આર્થિક સહાય માંગી છે. ક્રૂડ ઑઇલની ખરીદી માટે શ્રીલંકાએ ભારત પાસે 50 કરોડ ડૉલરની લોન માગી છે. અગાઉ શ્રીલંકાના ઉર્જા પ્રધાન ઉદય ગમ્મનપિલાએ જણાવ્યું હતું કે દેશમાં ઇંધણની ઉપલબ્ધતા અંગે હજુ નિશ્વિત રીતે કઇ કહી શકાય નહીં.

આપને જણાવી દઇએ કે શ્રીલંકાની સરકારી ઑઇલ કંપની સીલોન પેટ્રોલિયમ કોર્પોરેશન પર અગાઉ જ દેશની બે અગ્રણી સરકારી બેંકો બેંક ઑફ સીલોન અને પીપલ્સ બેંકનું લગભગ 3.3 અબજ ડોલરનું દેવું છે.

CPCના ચેરમેન સુમિત વિજયસિંઘ અનુસાર ભારત-શ્રીલંકા આર્થિક ભાગીદારી હેઠળ 50 કરોડ ડૉલરની ઋણ સુવિધા પ્રાપ્ત કરવા માટે હાલમાં શ્રીલંકા સ્થિત ભારતના હાઇ કમિશનર સાથે મંત્રણા કરી રહ્યાં છે. આ લોનની રકમનો ઉપયોગ પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરવા માટે કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ક્રૂડ ઑઇલના ભાવ સતત વધી રહ્યા છે જેને કારણે શ્રીલંકાને ચાલુ વર્ષે ક્રૂડ ઓઇલની ખરીદી માટે પણ વધુ ખર્ચ કરવાની નોબત આવી છે. ચાલુ વર્ષના પ્રથમ સાત મહિનામાં દેશનું ઑઇલ બિલ 2 અબજ ડૉલર થયું છે.