Site icon Revoi.in

આ વખતે અમરનાથ યાત્રા દરમિયાન સ્ટિકી બોમ્બનો ખતરો, CRPFની ચેતવણી

Social Share

નવી દિલ્હી: આ વખતે અમરાનાથ યાત્રા 56 દિવસ સુધી ચાલવાની છે ત્યારે આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્વાળુઓ યાત્રામાં ભાગ લે તેવી શક્યતા છે. આ વચ્ચે CRPF દ્વારા અમરનાથ યાત્રાને લઇને ચેતવણી આપવામાં આવી છે.

CRPFનું માનવું છે કે, આ વખતે અમરનાથ યાત્રામાં સ્ટિકી બોમ્બ બહુ મોટો ખતરો સાબિત થઇ શકે છે અને તેને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. CRPF દ્વારા આ વખતે યાત્રાની સુરક્ષા માટે ક્વિક રિસ્પોન્સ ટીમોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સીઆરપીએફના આઈજી પીએસ રંપિસેએ કહ્યુ હતુ કે, સ્ટિકી બોમ્બને પહોંચી વળવાનો પડકાર મોટો છે.કારણકે આ બોમ્બ જવાનોની સાથે સાથે લોકોને પણ મોટુ નુકસાન પહોંચાડી શકે તેમ છે. સીઆરપીએફ દ્વારા પોતાના તમામ યુનિટોને એલર્ટ કરી દેવાયા છે. કારણકે આ પ્રકારના બોમ્બને ટાઈમર સેટ કરીને કોઈ પણ વાહનના કોઈ પણ હિસ્સામાં ચોંડાટી શકાય છે.અમરનાથ યાત્રિકોના કાફલાને પણ આતંકીઓ આ પ્રકારના બોમ્બ વડે નિશાન બનાવી શકે છે.

તેમણે ઉમેર્યું હતું કે, યાત્રીકોના વાહનોને પહેલેથી નક્કી થયેલી જગ્યાઓ સીવાય બીજી કોઈ જગ્યાએ નહીં રોકાવા દેવાય. જમ્મુ શ્રીનગર હાઈવે પર સુરક્ષા દળોની તૈનાતી વધારાશે અને નજર રાખવા માટે ડ્રોન સહિતના ઉપરકણનો ઉપયોગ થશે.

(સંકેત)