Site icon Revoi.in

યુપી સરકારે UP Population Policyની કરી જાહેરાત, જાણો શું કહ્યું CM યોગીએ?

Social Share

નવી દિલ્હી: યુપીમાં વસતી નિયંત્રણને લઇને યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ જનસંખ્યા નીતિ 2021-2030 જાહેર કરી હતી. વિશ્વ જનસંખ્યા દિવસના અવસર પર લખનઉમાં સીએમ યોગી આદિત્યનાથના આવાસ પર કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.

સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટરના માધ્યમથી જણાવ્યુ હતું કે, વધતી જતી જનસંખ્યા સમાજમાં વ્યાપ્ત અસમાનતા સહિત મુખ્ય સમસ્યાઓનું જળમૂળ છે. સમુન્નત સમાજની સ્થાપના અર્થે જનસંખ્યા નિયંત્રણ પ્રાથમિક શરત છે. આવો આ વિશ્વ જનસંખ્યા દિવસ પર અનિયંત્રિત વસતી સાથે વધતી સમસ્યાઓ પ્રત્યે સ્વયં અને સમાજને જાગૃત કરવાની પ્રતિજ્ઞા લઇએ.

યૂપી વિધિ આયોગે જનસંખ્યા નિયંત્રણ કાનૂનનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. યૂપી વિધિ આયોગે જનતા પાસે ભલામણ માંગે છે. બિલની કોપી આયોગની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ થઇ ગઇ છે.

યૂપી લો કમિશન (UP Law Commission) ના ચેરમેન આદિત્યનાથ મિત્તલ (Adityanath Mittal) એ જણાવ્યું કે જે પણ જનસંખ્યા નિયંત્રણ કાનૂન (Population Control Law) ના 2 બાળકોના નિયમનું ઉલ્લંઘન કરશે, તે સરકારાની તમામ કલ્યાણકારી યોજનાઓના લાભથી વંચિત રહેશે.

આદિત્યનાથ મિત્તલને કહ્યું કે ઓગસ્ટના બીજા અઠવાડિયામાં વિધિ આયોગ યૂપી સરકારને ડ્રાફ્ટ બિલ સોપશે. કાનૂન લાગૂ થતાં પહેલાં જેના 2થી વધુ બાળકો છે. તેના પર આ લાગૂ નહી થાય.