Site icon Revoi.in

લો બોલો! કોરોના રસીનું નામ સાંભળતા જ ડરેલા ગ્રામજનો નદીમાં કૂદી પડ્યા

Social Share

બારાબંકી: કોરોના વાયરસની મહામારી સામે અત્યારે વેક્સિન જ સૌથી અસરકારક હથિયાર છે અને એક તરફ લોકો રસી લેવા માટે ઘસારો કરી રહ્યા છે તો બીજી તરફ એક તદ્દન વિપરિત ઘટના જોવા મળી છે. ઉત્તરપ્રદેશના બારાબંકીમાં રસીકરણ માટે મેડિકલ ટીમ જ્યારે એક ગામમાં પહોંચી તો રસીથી બચવા માટે કેટલાંક લોકો ડરીને નદીમાં કૂદી ગયા. આ સમગ્ર ઘટનાને જોતા ખુદ અધિકારીઓ પણ અચંબિત થઇ ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, મેડિકલ ટીમ ઉત્તરપ્રદેશના બારાબંકીના એક ગામમાં ગ્રામીણજનોને રસી આપવા માટે પહોંચી હતી. જો કે આ દરમિયાન રસીનું નામ સાંભળતા જ કેટલાક લોકો ડરીને ગામની બહાર આવેલી નદી પાસે જઇને ઊભા રહી ગયા હતા.

રસીકરણની પ્રક્રિયા જાણવા માટે એક અધિકારી જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે જોયું કે કેટલાંક ગ્રામજનોને રસી લેવા માટે સમજાવ્યા તેમ છતાં તેઓ નદીમાં કૂદી ગયા. કારણ કે તે લોકો રસી લેવા નહોતા માંગતા. જ્યારે અધિકારીએ કૂદેલા ગ્રામજનોને બોલાવીને સમજાવ્યા તો માત્ર 14 લોકોએ રસી લીધી હતી.

જ્યારે ગામના લોકોને રસીનું મહત્વ સમજાવવા માટે ગયા તો કેટલાક લોકો ડરના મારે નદીમાં કૂદી ગયા. ત્યારબાદ રસી માટે ફરી સમજાવતા ગ્રામજનોમાંથી માત્ર 14 જ લોકો રસી લેવા માટે તૈયાર થયા હતા.