Site icon Revoi.in

મૂડ ઑફ નેશન સર્વે: યોગી સતત ત્રીજીવાર શ્રેષ્ઠ મુખ્યમંત્રી

Social Share

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સિદ્વિ હાંસલ કરી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી હોવાનું એક સર્વેમાં જાહેર કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એક ટીવી ચેનલ માટે કાર્વી ઇનસાઇટ્સ લિમિટેડ દ્વારા કરાયેલા મૂડ ઑફ નેશન સર્વેમાં સતત ત્રીજીવાર યોગી આદિત્યનાથ શ્રેષ્ઠ મુખ્યમંત્રી જાહેર થયા હતા.

જો કે ભાજપ માટે આ એક જ આશ્વાસન હતું. ઉત્તમ વહીવટ માટે સર્વમાં પંકાયેલા સાતમાં યોગી એકમાત્ર ભાજપી મુખ્યપ્રધાન હતા. બાકીના 6એ 6 મુખ્યમંત્રીઓ બિનભાજપી તેમજ બિનકોંગ્રેસી રાજ્ય સરકારોના હતા.

સૌથી રસપ્રદ વાત એ હતી કે યોગીની પહેલાં સતત ત્રણ વાર શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન તરીકે સર્વેમાં ચૂંટાયેલી પશ્ચિમ બંગાળની મમતા બેનરજી આ વખતે છેક ચોથા ક્રમે ફેંકાઇ ગઇ હતી. મમતાને માત્ર નવ ટકા મતો મળ્યા હતા.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને આંધ્ર પ્રદેશના જગન મોહન રેડ્ડીને 11 ટકા મતો મળ્યા હતા. આ પહેલાં ગયા વર્ષના જાન્યુઆરીમાં થયેલા સર્વેમાં પણ યોગી આદિત્યનાથ સર્વોત્તમ મુખ્ય પ્રધાન બન્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે છેલ્લા એક વર્ષમાં ઉત્તર પ્રદેશમાં હાથરસ કાંડ જેવા ડઝનબંધ ગંભીર અપરાધ થયા છતાં સર્વેમાં યોગી સર્વોત્તમ મુખ્ય પ્રધાન તરીકે પસંદ થયા હતા.

ગયા વર્ષના સર્વેમાં અરવિંદ કેજરીવાલ અને મમતા બેનરજી 11-11 ટકા મતો સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે આવ્યા હતા. આ વખતે મમતા ચોથા નંબરે પહોંચી ગયાં હતાં. આ સર્વે 2020ના જુલાઇની 15મીથી 2020ના જુલાઇની 27મી વચ્ચે કરાયો હતો અને એમાં કુલ 12,021 લોકોને સવાલ પૂછવામાં આવ્યા હતા. 67 ટકા લોકો ગ્રામ વિસ્તારના હતા જ્યારે 33 ટકા લોકો શહેરી વિસ્તારના હતા.

(સંકેત)