Site icon Revoi.in

NHAIએ લોજિસ્ટિક્સ કામગીરી માટે સહાયક કંપનીની કરી રચના

Social Share

નવી દિલ્હી: દેશભરમાં લોજિસ્ટિક પ્રવૃત્તિઓ માટે ઇન્ડિયન નેશનલ હાઇવે ઓથોરિટીએ અલગથી એક સહાયક એકમની રચના કરી છે. આમાં મોજુદ 9 કોન્ટ્રાક્ટ ટ્રાન્સફર કરાયા છે. ભવિષ્યના લોજિસ્ટિક પ્રોજેક્ટ્સ પણ આ સબસિડિયરી યુનિટને ફાળવવામાં આવશે.

NHAIએ કોચીન પોર્ટ રોડ પ્રાઇવેટ લિમિટેડનું નામ બદલીને હવે નેશનલ હિવે લોજિસ્ટિક મેનેજમેન્ટ કંપની કરી દીધું છે, જે મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ કંપનીના હેઠળ આવશે. એક અધિકારી અનુસાર, દરેક પોર્ટ કનેક્ટિવિટી પ્રોજેક્ટ માટે અમારી પાસે અલગ વિશેષ ઉદ્દેશ એકમ નથી. હવે તે નેશનલ હાઇવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ કંપની હેઠળ હશે.

નવેમ્બર 2020માં તમામ લોજિસ્ટિક્સ એશપીવીને એક હોલ્ડિંગ કંપનીમાં નાખવાનો પ્રસ્તાવ આવ્યો હતો. પહેલાના તમામ એસપીવી આ સબસિડિયરી યુનિટમાં નાખવામાં આવ્યા છે અને સાથે જ નવા એકમોને પણ આમાં રાખવામાં આવશે.

આની રચનાનો હેતુ બંદર અને રોડ વચ્ચે કાર્ગો પરિવહન માટે સમર્પિત એકમ બનાવવાનો છે, જેનાથી નાણા અને ઈંધણની બચત થઈ શકે.

(સંકેત)