Site icon Revoi.in

PM મોદીએ સેનાના જવાનો સાથે દિવાળી ઉજવી, કહ્યું – સેનાનું મનોબળ ઉંચું રાખવા ભારત સરકાર સતત પ્રયાસરત

Social Share

નવી દિલ્હી: આજે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્વક દિવાળીની ઉજવણી થઇ રહી છે ત્યારે દર વર્ષે પીએમ મોદી સેનાના જવાનો સાથે આ પર્વ ઉજવે છે. આ જ સિલસિલાને આગળ વધારતા જમ્મૂ કાશ્મીરના રાજૌરી જીલ્લામાં આવેલાં નૌશેરા સેક્ટરમાં જવાનોને મળવા પહોંચ્યા છે. પીએમ મોદી સેનાના જવાનોને મળ્યા હતા અને સંબોધન આપ્યું હતું કે, ભારતીય સેના એ મારો પરિવાર છે અને પહેલાંની જેમ જ સેના આતંકવાદને જડબાતોડ જવાબ આપશે.

પીએમ મોદીએ આતંકવાદને અપાયેલા જડબાતોડ જવાબ અંગે કહ્યું હતું કે, સ્વતંત્રતા બાદના સમયથી આતંકીઓ નૌશેરા પર નજર બગાડી રહ્યાં છે, અહીંયા તેના બદ ઇરાદાઓ અંજામ આપવા માટે ગતિવિધિઓ કરતા રહે છે. જો કે સેનાના જાંબાજ જવાનોએ હંમેશા જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાના જવાનો પર દેશને ગર્વ છે. આગામી સમયમાં આતંકવાદનો ખાત્મો કરવા માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ભારત સરકાર દરેક સ્તરે અને દરેક પળે સેનાની સાથે છે અને તેનું મનોબળ ઉંચુ રાખવા માટે દરેક સ્તરે પ્રયાસો કરતી રહે છે.

પુંછમાં જ્યારે આતંકી પ્રવૃત્તિઓ સતત વધી રહી છે ત્યારે પીએમ મોદી જમ્મૂ કાશ્મીર પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ દિવાળીના પર્વ પર દેશવાસીઓને પણ શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ બ્રિગેડ કાર્યાલયમાં જવાનો સાથે ચા પીધી અને બપોરનું ભોજન પણ કરશે. મોદી અહીંયા સશસ્ત્ર બળની તૈયારીઓની માહિતી લેશે.

નોંધનીય છે કે, પીએમ મોદીએ દિવાળીના પાવન પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા સંદેશમાં લખ્યું હતું કે, દિવાળીના આ શુભ અવસરે લોકોને હાર્દિક શુભેચ્છાઓ. મારી શુભેચ્છા છે કે, આ પ્રકાશ પર્વ તમારા દરેકના જીવનમાં સુખ, સંપન્નતા અને સૌભાગ્ય લઇને આવે. દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.