Site icon Revoi.in

ઇમરજન્સીની વરસી પર PM મોદીએ કહ્યું – “ઇમરજન્સીના એ કાળા દિવસોને ક્યારેય નહીં ભૂલી શકાય”

Social Share

નવી દિલ્હી: આજે ઇમરજન્સીની વરસી છે ત્યારે પીએમ મોદીએ ઇમરજન્સીની વરસી પર ટ્વીટ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, ઇમરજન્સીના એ કાળા દિવસોને ક્યારેય નહીં ભૂલી શકાય. વર્ષ 1975 થી 1977 વખતે આપણા દેશે જોયું કે, ક્યા પ્રકારે સંસ્થાઓનો વિનાશ કરવામાં આવ્યો.

તે સાથે જ પીએમ મોદીએ લોકતંત્ર અંગે કહ્યું હતું કે, આવો આપણે એવો સંકલ્પ કરીએ કે ભારતની લોકતાંત્રિક ભાવનાઓને વધારે મજબૂત બનાવી રાખવા માટે દરેક સંભવ પ્રયાસો કરીએ. અને સંવિધાનમાં નક્કી કરાયેલા મૂલ્યો અનુસાર તે કરીએ.

તે ઉપરાંત પીએમ મોદીએ ટ્વીટમાં બીજેપી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની એક લિંક પણ શેર કરી છે. આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તસવીરો દ્વારા એવું જણાવાયું છે કે, કઇ રીતે ઇમરજન્સી દરમિયાન ગુરુદત્તની ફિલ્મો, કિશોર કુમારના ગીતો પર પ્રતિબંધ લગાવાયો હતો.

આપને જણાવી દઇએ કે, વર્ષ 1975ના 25 જૂનના રોજ પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લાગુ કરી હતી. તે સમયે વિપક્ષના તમામ નેતાઓની જેલબંધી કરાઇ હતી અને પ્રેસની સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદે પીએમ ઈન્દિરા ગાંધીની સિફારિશ પર 25 જૂન, 1975એ આખા દેશમાં ઈમરજન્સી લાગુ કરવાનું એલાન કર્યું હતું. જે 21 માર્ચ 1977 સુધી લાગુ રહી હતી.