Site icon Revoi.in

ન્યાયપ્રણાલી સ્વતંત્ર હોય તે જરૂરી પરંતુ ન્યાયાધીશોની પસંદગી પ્રક્રિયામાં બદલાવ અનિવાર્ય: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

Social Share

નવી દિલ્હી: દેશમાં ન્યાયાધીશોની પસંદગી તેમજ નિયુક્તિ માટેની કોલેજીયમ સિસ્ટમ અંગે ફરીથી ચર્ચા ચાલી રહી છે.

દેશની ન્યાયપ્રણાલી પર પોતાનો અભિપ્રાય આપતા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે, આ સિસ્ટમમાં હવે બદલાવની જરૂર છે. રાષ્ટ્રીય સ્તરે પરીક્ષા લઇને ન્યાયાધીશોની નિમણૂંક કરી શકાય તેમ છે.

રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, ન્યાયીધીશોની પસંદગીની પ્રક્રિયા એક પ્રસ્તુત મુદ્દો છે. કોઇપણ પ્રકારની દ્વિધા વગર એક સ્વતંત્ર લોકશાહીમાં બદલાવ જરૂરી છે અને આ અંગે મારું એવું માનવું છે કે, ન્યાયાલયોમાં ન્યાયાધીશોની નિયુક્તિ માટે કોઇ બીજો સારો વિકલ્પ શોધી શકાય તેમ છે.

નીચેના સ્તરથી ટોચના સ્તર સુધી ન્યાયાધીશોની પસંદગી તેમજ બઢતીના હેતુસર રાષ્ટ્રીય સ્તરે પરીક્ષા લેવાઇ શકે છે. આ વિચાર નવો નથી. કદાચ પસંદગી માટે તેના કરતાં પણ બહેતર વિકલ્પનું સૂચન આવકાર્ય છે. જો કે દેશમાં ન્યાયપ્રણાલી સ્વતંત્ર તેમજ મજબૂત હોય તે આપણું લક્ષ્યાંક હોવું અનિવાર્ય છે.