Site icon Revoi.in

દર્શકો ફરી ટીવી સ્ક્રિન પર પ્રભુ શ્રીરામના કરી શકશે દર્શન, ફરી શરૂ થશે ‘રામાયણ’નું પ્રસારણ

Social Share

નવી દિલ્હી: પાછલા વર્ષે લૉકડાઉનના સમયમાં રામાયણ અને મહાભારત જેવી અનેક 80 અને 90ના દાયકાની સીરિયલનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. તો રામાયણે ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી દીધા હતા. હવે રામાયણના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એકવાર ફરી રામાયણનું પ્રસારણ શરૂ થવા જઈ રહ્યું છે. આવો જાણીએ ક્યા સમયે અને કઈ ચેલન પર આવશે રામાયણ.

કોરોના મહામારીએ ફરી એકવાર સમગ્ર દેશને ઝપેટમાં લીધો છે. લોકો સતત સંક્રમણનો ભોગ બની રહ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. અનેક સ્ટાર્સ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. ફિલ્મ અને સીરિયલ્સનું શૂટિંગ પણ બંધ કરવાની નોબત આવી છે. આ સ્થિતિ વચ્ચે હવે તમારી લોકડાઉનની યાદો ફરીથી તાજી થશે. કારણ કે ગત વર્ષની જેમ તમે ટીવી પર ફીથી રામાનંદ સાગરની રામાયણ જોવાનો લ્હાવો મેળવી શકશો.

રામાનંદ સાગરની રામાયણ જે આજના સાંપ્રત સમયમાં પણ દર્શકોના મન-હૃદયમાં છવાયેલી છે તે ફરીથી સ્ટાર ભારત ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે. આ સાથે હવે રામાનંદ સાગર કૃત રામાયણ ફરીથી દર્શકોને મનોરંજન કરાવવા માટે તૈયાર છે. હવે દર્શકો ફરીથી પ્રભુશ્રી રામના દર્શન કરી શકશે. આ વર્ષે 21મી એપ્રિલના રોજ રામ નવમીનો તહેવાર આવી રહ્યો છે.

નોંધનીય છે કે, ગત વર્ષે લાગૂ કરાયેલા દેશવ્યાપી લોકડાઉન દરમિયાન 80 અને 90ના દાયકાની અનેક લોકપ્રિય સીરિયલ્સનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને રામાયણે પ્રસારણ બાદ ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી દીધા હતા અને ફરીથી રામાયણ દર્શકોના દિલમાં છવાઇ ગઇ હતી.

આપને જણાવી દઇએ કે, આ રામાનંદ સાગર કૃત રામાયણમાં રામ લક્ષ્મણ, સીતા તેમજ રાવણની મહત્વની ભૂમિકામાં અરુણ ગોવિલ, સુનીલ લહેરી, દીપિકા ચિખલિયા અને અરવિંદ ત્રિવેદી જોવા મળ્યા હતા.

(સંકેત)