Site icon Revoi.in

પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ વિરુદ્વનો જાતિય સતામણીનો કેસ સુપ્રીમ કોર્ટે બંધ કર્યો

Social Share

નવી દિલ્હી: થોડાક સમય પહેલા ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને કથિત જાતિય સતામણીમાં ફસાવવા માટે કેસ કરાયો હતો. સુપ્રીમ કોર્ટે ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ વિરુદ્વનો જાતિય સતામણીનો કેસ પડતો મૂક્યો છે. પૂર્વ ચીફ જસ્ટિસ વિરુદ્વ આ ષડયંત્ર હોવાના રિપોર્ટને આધારે કેસમાં તપાસની પ્રક્રિયા બંધ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, પૂર્વ સીજેઆઇએ રંજન ગોગોઇ વિરુદ્વ આ એક ષડયંત્ર હોવાની સંભાવનાનો ઇનકાર કરી શકાય નહીં.

આ પ્રકારના ષડયંત્રને જસ્ટિસ ગોગોઇના ચુકાદાઓ સાથે જોડી શકાય છે. જેમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ ઉપર તેમના વિચારો પણ સામેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ ચુકાદો પૂર્વ જસ્ટિસ એ કે પટનાયકના રિપોર્ટ પર આધારિત છે, જેમને જસ્ટિસ ગોગોઇ વિરુદ્વના આક્ષેપોમાં એક મહત્વના ષડયંત્રની તપાસ કરવાનું કમ સોંપવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના મતે પૂર્વ જસ્ટિસ એ કે પટનાયકના રિપોર્ટમાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ વિરુદ્વ ષડયંત્રનો સ્વીકાર કરાયો છે અને તેને રદ કરી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટના મતે આ કેસને બે વર્ષ વિત્યા છે અને ગોગોઈને ફસાવવા માટેના ષડયંત્રની તપાસમાં ઈલેક્ટ્રોનિક રેકોર્ડ પ્રાપ્ત કરવાની સંભાવના પાતળી જણાય છે. સુપ્રીમ કોર્ટના વકીલ ઉત્સવ બૈંસે પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈ પર લગાવાયેલા જાતિય શોષણના આક્ષેપો પાછળ ષડયંત્ર હોવાનો દાવો કર્યો હતો.

નોંધનીય છે કે 2019માં એક મહિલાએ પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ વિરુદ્ધ જાતિય શોષણનો આક્ષેપ કર્યો હતો. આ કેસમાં સુપ્રીમ કોર્ટે સુઓ મોટો હેઠઠળ તપાસ કરવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ જે તે સમયે કહ્યું હતું કે આ આક્ષેપો ગંભીર છે અને સત્ય શું છે તેની તપાસ થવી જોઈએ. જો અમે આંખો બંધ કરી દઈશું તો દેશનો વિશ્વાસ ન્યાયતંત્ર પરથી ઉઠી જશે. ત્યારબાદ જસ્ટિસ પટનાયકને તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી.

(સંકેત)

Exit mobile version