Site icon Revoi.in

સરકારી નોકરીમાં પ્રમોશનમાં અનામતનો મામલો, સુપ્રીમે આપ્યો ચુકાદો, શરતો ઓછી કરવાની ના પાડી

Social Share

નવી દિલ્હી: સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પ્રમોશનમાં અનામત મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે SC/ST માટે અનામતમાં શરતોને ઓછી કરવાની મનાઇ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યું કે, આંકડા વગર નોકરીઓમાં બઢતીમાં અનામત આપી શકાય નહીં. પ્રમોશનમાં અનામત આપતા પૂર્વે રાજ્ય સરકારોએ આંકડા દ્વારા સુનિશ્વિત કરવાનું રહેશે કે, SC/STનું પ્રતિનિધિત્વ ઓછું છે. સમીક્ષાનો સમયગાળો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરશે.

આપને જણાવી દઇએ કે, કોર્ટે કહ્યું હતું કે કોર્ટ માત્ર આ મુદ્દા પર નિર્ણય લેશે કે શું અનામત ગુણોત્તર પર્યાપ્ત પ્રતિનિધિત્વ પર આધારિત હોવું જોઈએ કે નહીં. કેન્દ્રએ બેન્ચને કહ્યું હતું કે એ વાત સાચી છે કે દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ એસસી/એસટી સમુદાયના લોકોને આગળના વર્ગની જેમ બુદ્ધિમત્તાના સ્તરે લાવવામાં આવ્યા નથી. વેણુગોપાલે દલીલ કરી હતી કે એસસી અને એસટી સમુદાયના લોકો માટે ગ્રુપ ‘એ’ કેટેગરીની નોકરીઓમાં ઉચ્ચ પદ મેળવવું વધુ મુશ્કેલ છે અને હવે સમય આવી ગયો છે કે સર્વોચ્ચ અદાલત દ્વારા, SC/ST અને OBC (અન્ય પછાત વર્ગો) માટે ખાલી જગ્યાઓ ભરવા માટે કહેવામાં આવે.

મહત્વનું છે કે, જસ્ટિસ એલ, નાગેશ્વર રાવની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની ખંડપીઠે આ વિષયમાં એટોર્ની જનરલ કેકે વેણુગોપાલ, અધિક સોલિસીટર જનરલ બલવીર સિંહ અને અલગ અલગ રાજ્યો તરફથી રજૂ થયેલા અન્ય વરિષ્ઠ વકીલો સહિત તમામ પક્ષને સાંભળ્યા છે. પીઠમાં ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ બી આર ગવઈ પણ જોડાયા હતા.