Site icon Revoi.in

બોર્ડર પર સેના રહે તૈયાર, રક્ષામંત્રી રાજનાથ સિંઘે સૈન્યને આપી સૂચના

Social Share

નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચે હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સુરક્ષા દળોને સતર્ક રહેવા સૂચના આપી છે.

સીમા પર હજુ પણ વિવાદ શમ્યો નથી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે સુરક્ષા દળોને કહ્યું કે, તે કોઇપણ રીતે સંકટને પહોંચી વળવા માટે શોર્ટ નોટિસમાં તૈયાર રહે. સીમા પર વધી રહેલા તણાવની વચ્ચે નિવેદન ઘણું મહત્વનું છે.

બંને તરફથી સીમા પર સૈન્ય પ્રવૃત્તિઓની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં આવી રહ્યું છે. ગત 18 મહિનાથી લદ્દાખમાં બંને દેશોની વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે અને તે ઓછી થઇ રહી નથી. રક્ષા મંત્રીએ વાયુ સેનાની ઉચ્ચ સ્તરીય તૈયારીઓ અને કોઇપણ પ્રકારની સ્થિતિમાં શોર્ટ નોટિસ પર તૈયાર રહેવાની ક્ષમતાના પણ વખાણ કર્યા છે.

કમાન્ડર્સને સંબોધિત કરતા વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ તાત્કાલીક જવાબ આપવા માટે અનેક સ્તર પર ક્ષમતાને વધારવા પર ભાર મુક્યો છે. તેમણે કહ્યું કે જો ભારતની વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ગતિવિધિ થાય છે તો અમે જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર રહેવું જોઈએ. વાયુસેના પ્રમુખે સેના અને નૌસેનાની સાથે સંયુક્ત અભ્યાસની જરુરિયાત પર ભાર મુક્યો જેથી ભવિષ્યની જંગ માટે તૈયાર થઈ શકે. રક્ષા મંત્રીએ આ સંબંધમાં કહ્યું કે આ અંગે વિચાર ચાલી રહ્યો છે કે તમામ લોકો સાથે વાત ચાલી રહી છે.

નોંધનીય છે કે, DMAની અધ્યક્ષતા કરી રહેલા CDS જનરલ બિપિન રાવતે સેનાઓને કહ્યું છે કે, થિયેટર કમાન્ડરને તૈયાર કરવાને લઇને અધ્યયન કરો અને 6 મહિનામાં પોતાનો વિસ્તૃત રિપોર્ટ મોકલો. રિપોર્ટ જમા કરવાનો સમય 2022થી વધારીને એપ્રિલ 2022 કરી દેવામાં આવી છે.