Site icon Revoi.in

જન્માષ્ટમીના તહેવાર પૂર્વે દેશમાં આતંકી હુમલાનું એલર્ટ, જૈશ એ મોહમ્મદના આતંકીઓનું ષડયંત્ર

Social Share

નવી દિલ્હી: જન્માષ્ટમીના તહેવાર પૂર્વે દેશમાં આતંકી હુમલાનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકીઓ દેશને હચમચાવી નાખવાનું ષડયંત્ર રચી રહ્યા છે. સૂત્રો અનુસાર જૈશના 5 આતંકીઓ પીઓકેના રસ્તે જમ્મૂ કાશ્મીરમાં ઘૂસણખોરીની ફિરાકમાં હોવાનું કહેવાય છે. જે IED બ્લાસ્ટ દ્વારા હુમલાને અંજામ આપવાનું કાવતરું ઘડી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગુપ્તચર એજન્સીઓ પાસે આ અલર્ટ છે. આ અલર્ટ બાદ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ અલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જૈશ એ મોહમ્મદના 5 આતંકીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના જનદ્રોત વિસ્તારમાં છે. આ તમામ આતંકીઓ સાથે એક ગાઇડ પણ છે.

ગુપ્તચર ઇનપુટ અનુસરા આતંકીઓ સુરક્ષાદળોને પણ ટાર્ગેટ બનાવી શકે છે. આતંકીઓ સતત ફોરવર્ડ લોકેશન તેમજ LOC પર રેકી પણ કરી ચૂક્યા છે. આ અલર્ટને બધાએ ગંભીરતાપૂર્વક લીધુ છે. જ્યારથી અફઘાનિસ્તાનમાં સ્થિતિ અનિયંત્રિત છે ત્યારથી અને ખાસ કરીને કાબૂલ એરપોર્ટ પર થયેલા ભીષણ બોમ્બ વિસ્ફોટ પછી ગુપ્તચર એજન્સીઓ વધુ સતર્ક થઇ ચૂકી છે. બીજી તરફ આતંકીઓ ભારતમાં હુમલો કરવાની ફિરાકમાં છે.