Site icon Revoi.in

પેંગોંગ લેક પાસેથી ચીનના સૈનિક પાછા ખસ્યા, પરંતુ હજુ પણ ત્યાંથી 100 કિલોમીટર દૂર છે ચીની સેના તૈનાત

Social Share

લદ્દાખ: છેલ્લા કેટલાક સમયથી LAC પર ભારત અને ચીન વચ્ચે જોવા મળતો તણાવ હવે ઓછો થઇ રહ્યો છે. ચીન અને ભારતના સૈનિકો પેંગોગના કાંઠેથી પાછા ખસી ચૂક્યા છે. મે-2020 પહેલા જે રીતે મેદાન સાફ હતું એમ સાફ કરી દેવાયું છે. જો કે ભારત-ચીન વચ્ચેની સરહદ બહુ લાબી છે અને પેંગોગ તો માત્ર એક જ સ્થળ છે.

જો કે હજુ એવા બીજા બે ત્રણ સ્થળો છે. જ્યાં ચીની સૈનિકોએ ડેરો તાણ્યો છે અથવા ત્યાં આવતા જતા રહે છે. પેંગોગનાં કાઠેથી ખસ્યા પછી આમ તો સૈનિકોને ઘરભેગા થવાનું હોય. પણ એ સૈનિકો 100-125 કિલોમીટર આવેલા લશ્કરી મથકોએ જ તૈનાત થયા છે.

જરૂર પડયે ફરીથી ચીની સૈનિકો પેંગોંગના કાંઠે ખડકી શકાય એવી તૈયારી ચીને રાખી છે. એટલે તેની આ પીછેહટ કાયમીને બદલે કામચલાઉ હોય એવી શંકા દૃઢ બને છે. ટ્રમ્પ હોય કે બાઈડેન અમેરિકાના વર્તનમાં ખાસ ફરક પડતો નથી.

અમેરિકાને આખા જગતમાં જમાદારશાહી અને એ ન થાય તો મધ્યસ્થી કરવાનો ભારે શોખ છે. એટલે અમેરિકાએ કહ્યું હતું કે બન્ને દેશોની પીછેહટ પર અમારી નજર છે. અમે દરેક સ્થિતિ તપાસી રહ્યા છીએ. જરૂર પડે તો અમે વચ્ચે પણ પડીશું.

વધુમાં અમેરિકા કહ્યુ હતુ કે ચીન અમારૂ ખાસ મિત્ર છે અને તેની સાથેના સબંધો સુધારવા અમે ઉત્સુક છીએ. એ જાણીતી વાત છે કે ટ્રમ્પ કાળમાં ચીન સાથેના સબંધો બગડયા હતા. બાઈડેન ચીન પ્રત્યે કુણુ વલણ ધરાવે છે. એટલે હવે ચીન ફરીથી અમેરિકાને વ્હાલું લાગવા લાગ્યું છે.

ચીને કહ્યુ હતુ કે અમેરિકા ચીનની રાજનીતી, સત્તાધારી પાર્ટી અને ચીની વ્યવસ્થાની બદનામી કરવાનું બંધ કરે. એ પછી અમેરિકાના ચીન પ્રત્યેના સૂર બદલાયા હતા. સેટેલાઈટ તસવીરોમાં જોવા મળ્યું હતું કે ચીની સેના પેંગોગથી હટીને અંદર આવેલા લશ્કરી મથકે ખડકાઈ છે.

(સંકેત)