Site icon Revoi.in

યુપીમાં ભાજપને વધુ એક ઝટકો, યોગી કેબિનેટના મંત્રી ધર્મ સિંહ સૈનીએ આપ્યું રાજીનામું

Social Share

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાંથી રાજીનામાનો દોર યથાવત્ જોવા મળી રહ્યો છે. ભાજપને એક પછી એક ઝટકો લાગી રહ્યો છે. હવે ભાજપથી છેડો ફાડનારામાં વધુ એક નામ જોડાઇ ગયું છે. હવે યોગી સરકારના મંત્રી ધરમ સિંહ સૈનીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સહારનપુરની નકુર વિધાનસભા બેઠક પરથી ભાજપ ધારાસભ્ય ધરમ સિંહ સૈનીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને સરકારી આવાસ તેમજ સુરક્ષા પણ છોડી દીધી છે. જો કે, પાર્ટી સાથે તેમણે કેમ છેડો ફાડ્યો તેનું કારણ હજુ અકબંધ છે.

યોગી કેબિનેટમાંથી રાજીનામું આપ્યા બાદ ધરમ સિંહ સૈનીએ સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. ફોટો શેર કરતાં અખિલેશે લખ્યું હતું કે, સામાજીક ન્યાયના બીજા યોદ્વા ડૉ. ધરમ સિંહ સૈની જીના આગમનથી અમારી સકારાત્મક અને પ્રગતિશીલ રાજનીતિને વધુ ઉત્સાહ અને શક્તિ પ્રાપ્ત થઇ છે. સપામાં તેમનું હાર્દિક સ્વાગત અને શુભેચ્છાઓ.

મહત્વનું છે કે, યોગી સરકારના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ મંગળવારે કેબિનેટમાંથી રાજીનામું આપીને ભાજપ છોડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વન અને પર્યાવરણ મંત્રી દારા સિંહ ચૌહાણે રાજીનામું આપી દીધું હતું. હવે આયુષ મંત્રી ધરમ સિંહ સૈની (Dharam Singh Saini) એ પાર્ટી છોડી દીધી છે.

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં આ વખતે સાત તબક્કામાં 403 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે અને મતગણતરી 10 માર્ચે થશે. યુપીમાં 10,14, 20, 23, 27, 7 એમ સાત તબક્કામાં મતદાન થશે.

યુપીમાં વિધાનસભા ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીએ રાજ્યના પશ્ચિમ ભાગના 11 જિલ્લાની 58 બેઠકો પર મતદાન સાથે થશે. ત્યારબાદ 14 ફેબ્રુઆરીએ બીજા તબક્કામાં 55 બેઠકો, 20 ફેબ્રુઆરીએ ત્રીજા તબક્કામાં 59 બેઠકો, 23 થશે.