Site icon Revoi.in

યોગી આદિત્યનાથ સરકારનું થશે વિસ્તરણ, આ પ્રધાનોનો સમાવેશ થઇ શકે

Social Share

નવી દિલ્હી: આજે એટલે કે રવિવારે યોગી આદિત્યનાથની સરકારનું વિસ્તરણ થશે. સૂત્રો અનુસાર, દલિત વર્ગના ધારાસભ્યને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની સાથે નવા કુલ 7 પ્રધાનોનો મંત્રીમંડળમાં સમાવેશ કરાશે. સંજય નિષાદ, જિતિન પ્રસાદ, સ્વર્ગસ્થ પૂર્વ કેબિનેટ પ્રધાન ચેતન ચૌહાણની પત્ની સંગીતાને પણ પ્રધાન બનાવાઇ શકાય છે.

જો કે બીજી તરફ, આ દરમિયાન અનેક પ્રધાનોને પડતા મૂકાઇ તેવી પણ સંભાવના છે. કેબિનેટ વિસ્તરણ આજે સાંજે 6 વાગ્યાની આસપાસ થઇ શકે છે. રાજ્યપાલ આનંદીબેન પટેલ વિસ્તરણ પહેલા લખનૌ પહોંચશે.

મોદીનગર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા અને વ્યવસાયે ડોક્ટર એવા જાટ સમુદાયની મંજુ શિવાસ તેમજ 2018માં એલઆરડીમાંથી ભાજપમાં આવેલા અને છાપરાઉલી મતવિસ્તારના ધારાસભ્ય સહન્દ્ર રામાલાના નામની પણ ચર્ચા છે.

મેરઠથી પ્રથમ વખત ધારાસભ્ય બનેલા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી રાજકીય કારકિર્દીની શરુઆત કરનાર ગુર્જર જ્ઞાતિમાંથી આવતા સોમેન્દ્ર ગુર્જરને પ્રધાનમંડળમાં સ્થાન મળી શકે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદને પણ યોગી આદિત્યનાથ તેમના મંત્રીમંડળમાં સમાવી શકે છે. આ પહેલા તેમને MLC તરીકે નોમિનેટ કરવામાં આવશે.

વોટ બેંકને ધ્યાનમાં રાખીને, સંજય નિષાદને પહેલા MLC બનાવીને યોગી મંત્રીમંડળમાં પ્રધાન બનાવવામાં આવશે. જોકે, આ જ વર્ગમાંથી ગાજીપુર સદરના ધારાસભ્ય સંગીતા બળવંત બિંદનું નામ પણ ચર્ચામાં આવી રહ્યું છે.

ભાજપના સાથીદારપક્ષ એવા અપના દળના MLC તેમજ કુર્મી પટેલ એવા આશિષ પટેલને મંત્રી બનાવી શકાય છે. જો કે, આ જ બિરાદરીના સાંસદ સેંથવારના નામ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે, જે પીપ્રાઈચથી ધારાસભ્ય છે.