Site icon Revoi.in

કોરોનાના છેલ્લા 24 કલાકમાં 45 હજારથી વધુ કેસ, સરકારની ચીંતામાં વધારો

Social Share

દેશમાં કોરોનાવાયરસના સંક્રમણને નાથવા માટે સરકાર દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયાને જોરશોરથી ચલાવવામાં આવી રહી છે. તો બીજી તરફ દેશમાં વધી રહેલા કોરોનાવાયરસ સરકારની ચીંતા વધારી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 45083 કેસ નોંધવામાં આવ્યા છે.

દક્ષિણ ભારતમાં આવેલા કેરળ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી નોંધપાત્ર રીતે કેંસ નોંધવામાં આવી રહ્યા છે. કેરળની સ્થિતિ બગડી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં વધુ 31,265 લોકો સંક્રમિત થયા છે અને 153 લોકોએ જીવ ગુમાવ્યો છે.

આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ 4831 નવા કેસ નોંધાયા છે અને 126 દર્દીનાં મોત થઈ ગયા છે. બીજી તરફ, દેશના રિકવરી રેટ પણ થોડો ઘટી જતાં તે 97.53 ટકા થઈ ગયો છે.

રવિવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 45,083 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 460 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,26,95,030 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 63,09,17,927 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 73,85,866 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.