Site icon Revoi.in

“નાક કાપીને ચોંટાડનારા નેતાજી!”: ભગવાન રામને માંસાહારી ગણાવીને શરદ પવારના “પોઠિયા” જિતેન્દ્ર અવ્હાડે માંગી માફી

Social Share

મુંબઈ: રાજનીતિની નીચતા અને છીછરાપણું એનસીપીના નેતા જિતેન્દ્ર અવ્હાડના વાણીવિલાસમાં જોવા મળ્યા. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરમાં ભગવાન રામલલાને સિંહાસન પર વિરાજમાન કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ મંદિરનું લોકાર્પણ થશે. પણ તેને પહેલા ભગવાન રામને શરદ પવારના બેહદ નિકટવર્તી અને એનસીપીના ધારાસભ્ય જિતેન્દ્ર અવ્હાડે ભગવાન રામને માંસાહારી ગણાવ્યા બાદ નાક કાપીને ચોંટાડવાની કોશિશના ભાગરૂપે માફી માંગી છે. વોટબેંકની રાજનીતિમાં ચોક્કસ સમુદાયને એનસીપીના શરદ પવાર જૂથ તરફ ખેંચવાની કોશિશના ભાગરૂપે અપાયેલા વિવાદીત નિવેદન પર અવ્હાડે માફી માગી છે. તેમણે કહ્યુ છે કે તેઓ આ મુદ્દાને તૂલ આપવા માંગતા ન હતા.

પરંતુ વાલ્મીકિ રામાયણમાં ઘણાં કાંડ છે. જેમાં અયોધ્યા કાંડ પણ છે. તેમાં શ્લોક ક્રમાંક 102 છે. તેમાં આનો ઉલ્લેખ છે. જિતેન્દ્ર અવ્હાડે કહ્યુ છે કે હું રિસર્ચ વગર કંઈ બોલતો નથી. હું મુદ્દાને તૂલ આપવા માંગતો નથી. પરંતુ જો મારી વાતથી કોઈને ઠેસ પહોંચી છે, તો હું માફી માંગુ છું. હું ખેદ વ્યક્ત કરું છું. ક્યારેક-ક્યારેક ભૂલ થઈ જાય છે.

મહત્વપૂર્ણ છે કે શરદ પવાર જૂથની એનસીપીના નેતા જિતેન્દ્ર અવ્હાડે ભગવાન રામ પર વિવાદીત ટીપ્પણી કરતા કહ્યુ હતુ કે રામ આપણા છે અને તે બહુજન છે. રામ શાકાહારી નહીં, માંસાહારી હતા. તેઓ શિકાર કરીને ખાતા હતા. તેમના આ નિવેદન પર ભાજપ અને અજીત પવાર જૂથના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. અજીત પવાર જૂથની એનસીપીના કાર્યકર્તાઓએ મુંબઈમાં અવ્હાડની વિરુદ્ધ દેખાવો કર્યા હતા.

જિતેન્દ્ર અવ્હાડે કહ્યુ હતુ કે તમે ચાહો છો કે અમે શાકાહારી બની જઈએ, પરંતુ અમે રામને પોતાનો આદર્શન માનીએ છીએ અને મટન ખાઈએ છીએ. આ રામનો આદર્શ છે. તેઓ શાકાહારી નહીં, પણ માંસાહારી હતા. 14 વર્ષ સુધી જંગલમાં રહેનારા વ્યક્તિ શાકાહારી ભોજન શોધવા ક્યાં જશે? આ સાચું કે ખોટું? હું હંમેશા સાચું કહું છું.

અયોધ્યાના હનુમાનગઢી મંદિરના મહંત રાજૂદાસે જિતેન્દ્ર અવ્હાડને નિશાને લેતા કહ્યુ છે કે ભગવાન રામ પર આ નિવેદન આપનાર ભૂલી જાય છે કે જંગલમાં કંદમૂળ પણ મળે છે. શરદ પાવરની પાર્ટીએ આ નેતાને કાન પકડી મોંઢું કાળું કરીને જોડાંનો હાર પહેરાવીને હાંકી કાઢવા જોઈએ. પરંતુ જો તેમની પાર્ટી આતંકીઓની પાર્ટી અને સનાતન વિરોધીઓની પાર્ટી છે, તો કોઈ વાત નથી. અમે તેનો જવાબ જરૂર આપીશું. હું એક વાત કહેવા માંગુ છું કે જો મારી શ્રદ્ધા અલ્લાહ માટે નથી, ઈશુ માટે નથી, તો મને ટીકા-ટીપ્પમી કરવાનો અધિકાર કોણે આપ્યો છે.

મહંત રાજૂ દાસે કહ્યુ છે કે ભગવાન રામ સૌના છે, જેટલા ભગવાન રામ ઠાકુરોના છે. એટલા જ ભગવાન રામ નિષાદ રાજાના પણ છે, જેટલા રામ બ્રાહ્મણોના છે, તેટાલ જ શબરીના પણ છે. જેમના પૂર્વજ આટલા મહાન હોય, તેમના સસરા વિદેહ રાજ આવા રહ્યા હોય કે જેમની પાસે શિક્ષણ મેળવવા માટે ઋષિમુનિ પણ જતા હોય. શું તેમના જમાઈ સાધારણ હોઈ શકે છે?