Site icon Revoi.in

નેપાળ: કાઠમંડુમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.1 ની તીવ્રતા નોંધાઈ

Social Share

દિલ્હી:નેપાળની રાજધાની કાઠમંડુમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 નોંધવામાં આવી છે. સોમવારે સવારે 4.17 કલાકે ભૂકંપ આવ્યો હતો. આ પહેલા નેપાળની રાજધાની કાઠમંડુમાં રવિવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. આ ભૂકંપના કારણે 20 મકાનો ધરાશાયી થયા, જ્યારે અન્યને નુકસાન થયું છે.

નેશનલ સેન્ટર ફોર અર્થક્વેક મોનિટરિંગ એન્ડ રિસર્ચ અનુસાર, રવિવારે સવારે 7:39 વાગ્યે કાઠમંડુમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર ધાડિંગ જિલ્લામાં હતું. ભૂકંપના આંચકા બાગમતી અને ગંડકી પ્રાંતના અન્ય જિલ્લાઓમાં પણ અનુભવાયા હતા. કાઠમંડુથી 90 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત ધાડિંગ જિલ્લાની જ્વાલામુખી દેહત નગરપાલિકામાં 20 મકાનો ધરાશાયી થયા હતા અને 75 અન્ય મકાનોને નુકસાન થયું હતું.

આ પહેલા હરિયાણાના ફરીદાબાદમાં 15 ઓક્ટોબરે સાંજે 3.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર ફરીદાબાદથી 9 કિલોમીટર પૂર્વમાં અને દિલ્હીથી 30 કિલોમીટર દક્ષિણપૂર્વમાં હતું. ધરતીકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો, દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ઘણા લોકો ફર્નિચરમાં વાઇબ્રેશનની જાણ કરી હતી. નોઈડામાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.