Site icon Revoi.in

પીએમ મોદી સાથે નેપાળના પ્રધાનમંત્રીએ કરી મુલાકાત – બન્ને દેશોના સંબંઘ મજબૂત બનાવાની દિશામાં વાતચીત

Social Share

 

દિલ્હીઃ-   નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ દિલ્હીમાં હૈદરાબાદ ભવનમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે દેઉબા ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. નેપાળના વડાપ્રધાન બન્યા બાદ આ તેમની પ્રથમ ભારતની મુલાકાત છે.

ભારત-નેપાળ સંબંધોની દૃષ્ટિએ આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેઓ ગઈકાલે બીજેપી પ્રમુખ જેપી નડ્ડા અને અન્ય નેતાઓને પણ મળ્યા હતા.નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા શનિવારે સવારે દિલ્હીના હૈદરાબાદ ભવન પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

પીએમ મોદીને મળ્યા બાદ નેપાળી પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર કાશી જવા રવાના થશે. અહીં તેમનું સ્વાગત યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરશે. વારાણસીમાં નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાના આગમનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નેપાળના અધિકારીઓ કાશી પહોંચી ગયા છે અને પીએમની મુલાકાત ભારતીય અધિકારીઓ સાથે દોરવામાં આવી રહી છે.દેશના પ્રધાનમંત્રી મોદી સાથે નેપાળના પીએમ એ મુલાકાત કરી છે.

ઉલ્લેખનીય છે કે ભારત અને નેપાળના સંબંધો ઘણા જૂના અને મજબૂત  છે. જ્યારે નેપાળમાં વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકાર હતી ત્યારે ચીન સાથે તેમની નિકટતા વધવા લાગી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે સીમા વિવાદથી લઈને ભગવાન રામ વિરુદ્ધ બયાનબાજી સુધીના સંબંધોમાં ઘણી વખત તણાવ જોવા મળ્યો હતો. જો કે કેપી શર્મા ઓલીને હટાવ્યા બાદ જ્યારથી નેપાળની કમાન શેર બહાદુર દેઉબાના હાથમાં આવી છે, ત્યારથી ભારત સાથેના સંબંઘો સુઘધર્યા છે.

નેપાળ ભારતના સંબંધો પહેલા જેવા થતા જોવા મળી રહ્યા છે.આપણે જાણીએ છીએ કે ઘણા નેપાળી વિદ્યાર્થીઓ ભારતમાં અભ્યાસ કરવા અર્થે આવે છે. ભારતે હંમેશા નેપાળની દરેક પરિસ્થિતિમાં મદદ કરી છે. બંને દેશો વચ્ચે રાજકીય સંબંધો સારા કે ખરાબ હોઈ શકે છે, પરંતુ નેપાળ અને ભારતના સામાન્ય લોકો વચ્ચેના સંબંધો હંમેશા ઉત્તમ રહ્યા છે. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધો હંમેશા જળવાઈ રહ્યા છે. ત્યારે હવે નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાની ભારત મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે.