Site icon Revoi.in

એક જ ફોટા પર સેંકડો નકલી સિમ કાર્ડ ઇશ્યૂ કરતું નેટવર્ક ઝડપાયું

Network caught issuing hundreds of fake SIM cards based on a single photo

Network caught issuing hundreds of fake SIM cards based on a single photo

Social Share

ગ્વાલિયર, 31 માર્ચ, 2026: મધ્યપ્રદેશમાં ગ્વાલિયર પોલીસે શહેરમાં નકલી સિમ કાર્ડના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે એક POS (પોઈન્ટ ઓફ સેલ) દુકાન સંચાલકે એક જ વ્યક્તિના આધાર અને ફોટાનો ઉપયોગ કરીને સેંકડો લોકોના નામે નકલી સિમ કાર્ડ ઇશ્યૂ કરી દીધા હતા. પોલીસને આશંકા છે કે આ નકલી સિમ કાર્ડ્સનો ઉપયોગ ઓનલાઇન ઠગાઈમાં કરવામાં આવ્યો હશે.

આ પણ વાંચોઃ નક્સલવાદના અંતની ડેડલાઈન, ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આપ્યો હિસાબ

ઓપરેશન ‘FACE’ હેઠળ કાર્યવાહી: હકીકતમાં, પોલીસ મુખ્યાલય ભોપાલ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ‘FACE’ (ફેશિયલ ઓથેન્ટિકેશન કમ્પ્લાયન્સ એન્ફોર્સમેન્ટ) હેઠળ ગ્વાલિયર પોલીસે આ પ્રથમ મોટી કાર્યવાહી કરી છે. આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે જે વ્યક્તિનો ફોટો સિમ ફોર્મમાં લગાવવામાં આવતો હતો, તે વ્યક્તિ પોતે પોલીસ પાસે પહોંચી ગઈ. આ કેસમાં ઝાંસી રોડ પોલીસ સ્ટેશને બે લોકો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. અત્યાર સુધીમાં પોલીસે એવી 7 નકલી સિમ રિકવર કરી છે, જે એક જ વિસ્તારના લોકોના નામે ઇશ્યૂ કરવામાં આવી હતી અને તેમાં આરોપી આશિષનો ફોટો લગાવેલો હતો.

દરેક સિમ પર હજારોની કમાણી: SSP ધર્મવીર સિંહે જણાવ્યું હતું કે આરોપી આશિષ ગ્રાહકોની જગ્યાએ પોતાનો ફોટો લગાવીને સિમ એક્ટિવેટ કરતો હતો. બદલામાં તેને દરેક સિમ દીઠ 500 રૂપિયા મળતા હતા. જ્યારે આ નેટવર્કનો માસ્ટરમાઇન્ડ, ભીંડનો રહેવાસી ઉમેશ કુશવાહા, એક સિમ માટે 1000 થી 1500 હજાર રૂપિયા સુધી વસૂલતો હતો.

આરોપીઓ ભૂગર્ભમાં: મામલાનો ખુલાસો થયા બાદ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસને આશંકા છે કે આ નકલી સિમ કાર્ડ્સનો ઉપયોગ કરીને ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી છે. આ નેટવર્કના ખુલાસા બાદ અનેક સાયબર ફ્રોડના કેસો ઉકેલાવાની પણ શક્યતા છે.

Exit mobile version