Site icon Revoi.in

નવી દિલ્હીઃ લોકડાઉનમાં નિયમોનું ઉલ્લંઘન સંદર્ભે શ્રમજીવીઓ સામે નોંધાયેલા કેસ પરત ખેંચાશે

Social Share

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીની પ્રથમ લહેર વર્ષ 2020માં આવી હતી. સાવચેતીના પગલા રૂપે સમગ્ર દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું. માર્ચ 2020માં અપાયેલા લોકડાઉન દરમિયાન અનેક શ્રમજીવીઓએ પોતાના વતનની વાટ પકડી હતી. દરમિયાન દિલ્હીમાં લોકડાઉન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન સંદર્ભે શ્રમજીવીઓ સામે નોંધાયેલા 15 જેટલા કેસ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અહેવાલ અનુસાર દિલ્હી સરકાર દ્વારા કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે લોકડાઉન કરવામાં આવ્યું હતું. આ લોકડાઉન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 64 સ્થળાંતર કરનારાઓ સામે 15 કેસ નોંધવામાં આવ્યા હતા પરંતુ હવે દિલ્હી સરકારે આ કેસો પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. આ સંબંધિત પ્રસ્તાવને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ મંજૂરી આપી દીધી છે.

લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ લોકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 64 સ્થળાંતર કરનારાઓ વિરુદ્ધ ડિરેક્ટોરેટ ઑફ પ્રોસિક્યુશન, દિલ્હી સરકાર દ્વારા નોંધાયેલા 15 કેસ પાછા ખેંચવાની મંજૂરી આપી છે. એલજી સક્સેનાએ દિલ્હી પોલીસને 10 કેસોમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

(PHOTO-FILE)