Site icon Revoi.in

રાજકોટ શહેરમાં પોલીસનો નવતર પ્રયોગ, શહેરના અનેક વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગ શરૂ

Social Share

રાજકોટ : દિવાળીનો તહેવાર રાજકોટ શહેરમાં જોરશોરથી ચાલી રહ્યો છે. આવામાં શહેરના તમામ લોકોમાં દિવાળીને લઈને અનેરો ઉત્સાહ છે, રાજકોટ શહેરની પોલીસ દ્વારા પણ નાઈટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે અને સાથે સિક્યોરિટી ગાર્ડને પણ માહિતગાર કરવાનું શરૂ કર્યું છે.

શહેરમાં ખરીદી માટે મુખ્ય વિસ્તાર સોની બજાર અને ધર્મેન્દ્ર રોડ માનવામાં આવે છે. ત્યારે આ વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ મથકમાં આવતા હોવાથી એ ડિવિઝન પોલીસ દ્વારા વિસ્તારના વિવિધ પોઇન્ટ પર બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સાથો સાથ રાત્રીના સમયે નાઈટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો બીજી તરફ આ વિસ્તારમાં વિવિધ જગ્યા પર ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ ને મળી પોલીસ દ્વારા તેમને ચા પીવડાવી માહિતગાર કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં દિવાળીને લઈને અનેરો માહોલ જોવા મળી રહ્યો છે, અને તહેવાર સમયે કોઈની સાથે કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ પણ સતર્ક થઈ છે.