Site icon Revoi.in

કોરોના વાયરસના એક પછી એક વધતા પડકાર, હવે 29 દેશમાં મળ્યો નવો વેરિયન્ટ

Social Share

નવી દિલ્લી: કોરોનાવાયરસના કારણે વિશ્વના તમામ લોકો હેરાન-પરેશાન છે. લોકોને ખબર નથી પડી રહી કે કોરોનાના સંક્રમણથી ક્યારે છૂટકારો મળે. ત્યારે આવા સમયમાં હવે વધુ એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ ‘લેમ્ડા’ 29 દેશોમાં મળી આવ્યો છે.

દક્ષિણ અમેરિકામાંથી મળેલો કોરોનાનો નવો વેરિએન્ટ ‘લેમ્ડા’ ત્યાંની પેદાશ હોવાનું મનાઇ રહ્યું છે. એ પેરૂ દેશમાં પણ મળી આવ્યો છે. દક્ષિણ અમેરિકામાં વ્યાપક રીતે ફેલાવાના લીધે ‘લેમ્ડા’ને વૈશ્વિક રૂચિના રૂપે વર્ગીકૃત કરવામાં આવ્યો છે.

આ બાબતે દક્ષિણ અમેરિકામાં આવેલા પેરૂ દેશના અધિકારીઓએ જણાવ્યું કે એપ્રિલ, 2021થી અત્યાર સુધી 81 ટકા સંક્રમિત કેસમાં ‘લેમ્ડા’ વેરિએન્ટ મળી આવ્યો છે. ચિલીમાં છેલ્લા 60 દિવસોમાં નોંધાયેલા બનાવોમાં 31 ટકા કેસમાં કોવિડ-19નો નવો વેરિએન્ટ જોવા મળ્યો છે.

જોકે આ મુદ્દે પૂરતા પુરાવા નથી. ‘લૈમ્ડા’ને સમજવા માટે વધુ સંશોધન જરૂરી છે. નોંધનીય છે કે દુનિયામાં અત્યાર સુધી કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટે મહત્તમ તબાહી મચાવી  છે. ડેલ્ટા વેરિએન્ટના લીધે લાખો લોકો મૃત્યુ પામ્યા છે.

કોરોનાવાયરસના કારણે અત્યાર સુધીમાં દુનિયાના તમામ દેશોએ ભારે નુક્સાનનો સામનો કરવો પડ્યો છે. જેમાં આર્થિક રીતે અને જાનહાની પણ થઈ છે. અમેરિકા, ભારત અને બ્રાઝિલ કોરોનાવાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશો છે જેમાં સૌથી વધારે નુક્સાન જોવા મળ્યુ છે.