Site icon Revoi.in

ટેરર ફંડિંગ અને ટ્રેનિંગ કેમ્પ પર NIAની કાર્યવાહી,ઘણા રાજ્યોમાં PFIના અડ્ડાઓ પર દરોડા, 100થી વધુની ધરપકડ

Social Share

દિલ્હી:નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેનાથી જોડયેલ લીંક પર દેશભરમાં દરોડા પાડ્યા છે.ટેરર ફંડિંગ અને કેમ્પ ચલાવવાના કેસમાં તપાસ એજન્સીએ દરોડા પાડ્યા છે.છેલ્લા કેટલાક દિવસોમાં NIAએ આ કેસમાં એક ડઝનથી વધુ કેસ નોંધ્યા છે, જેમાં PFIની લિંક મળી આવી છે.ED, NIA અને રાજ્ય પોલીસે PFI સાથે જોડાયેલા 100 થી વધુ લોકોની અલગ-અલગ કેસમાં ધરપકડ કરી છે.આ ધરપકડો 10 થી વધુ રાજ્યોમાં થઈ છે.

NIAએ યુપી, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ સહિત ઘણા રાજ્યોમાં PFI અને તેની સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડ્યા છે. NIAને મોટી સંખ્યામાં PFI અને તેની સાથે જોડાયેલા લોકોની શંકાસ્પદ ગતિવિધિઓ વિશે માહિતી મળી હતી, જેના આધારે તપાસ એજન્સી આજે મોટા પાયે કાર્યવાહી કરી રહી છે.10 થી વધુ રાજ્યોમાં, ED, NIA અને રાજ્ય પોલીસે 100 થી વધુ લોકોની ધરપકડ કરી છે.પીએફઆઈ અને તેના લોકોની પ્રશિક્ષણ પ્રવૃત્તિઓ, ટેરર ફંડિંગ અને લોકોને સંગઠન સાથે જોડવા અંગેની આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે.

એનઆઈએના દરોડા અંગે પીએફઆઈના જનરલ સેક્રેટરી અબ્દુલ સત્તારે કહ્યું કે,ફાસીવાદી શાસન દ્વારા વિરોધના અવાજને દબાવવા માટે એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે,સરકાર દ્વારા કરવામાં આવતા અત્યાચારનું નવીનતમ ઉદાહરણ મધ્યરાત્રિએ જોવા મળ્યું, જ્યારે કેન્દ્રીય એજન્સી NIA અને EDએ લોકપ્રિય નેતાઓના ઘરોમાં દરોડા પાડ્યા. રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક સ્તરના નેતાઓના ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. પ્દેશ સમિતિની ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. વિરોધના અવાજોને શાંત કરવા માટે એજન્સીઓનો ઉપયોગ કરવાના ફાશીવાદી શાસનના પગલાનો સખત વિરોધ કરો.

અગાઉ 18 સપ્ટેમ્બરે NIAએ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 23 સ્થળો પર દરોડા પાડ્યા હતા. કરાટે ટ્રેનિંગ સેન્ટરના નામે પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના ટ્રેનિંગ કેમ્પ ચલાવવાના કેસમાં પણ આ દરોડા પાડવામાં આવ્યા હતા. NIAએ નિઝામાબાદ, કુર્નૂલ, ગુંટુર અને નેલ્લોર જિલ્લામાં દરોડા પાડ્યા હતા. સૂત્રોનું માનીએ તો NIAએ એ જ સ્થળો પર દરોડા પાડ્યા હતા જ્યાંથી આતંકવાદી ગતિવિધિઓના ઓપરેશનની માહિતી મળી હતી.