Site icon Revoi.in

ગુજરાતમાં અમદાવાદ સહિત 36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ 18મી મે લંબાવાયો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે અમદાવાદ સહિત 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે. આ શહેરોમાં તા. 18મી મે સુધી રાતના 8થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવામાં આવશે. તેમજ કરફ્યુનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે કર્ફ્યુ લંબાવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થતા સરકાર દ્વારા અમદાવાદ સહિતના શહેરોમાં રાત્રિ કરફ્યુ નાખ્યો હતો. હાલ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત આઠ મહાનગરપાલિકા અને અન્ય 28 જેટલા નાના શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. આજે મુદ્દત પૂર્ણ થતી હતી. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાત્રી કફર્યૂ લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી 18 મે સુધી રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ શહેરોમાં કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે.