Site icon Revoi.in

કોમનવેલ્થઃ ભારતને બોક્સિંગમાં ત્રીજો ગોલ્ડમેડલ મળ્યો, નિખત ઝરીનાએ કાર્લ મૈકનોલને હરાવી

Social Share

બર્મિંગહામઃ 22મી કોમનવેલ્થમાં ભારતે સારોએવો દેખાવ કર્યો છે. કૉમનવેલ્થ ગેમ્સના 10મા દિવસ માટે સ્પર્ધા ચાલી રહી છે. ભારતે બોક્સિંગમાં 3 ગોલ્ડ મેડલ જીતી લીધા છે. નિખત ઝરીને નોર્ધન આયરલેન્ડની કાર્લ મૈકનોલને 50 કિગ્રા વેટ કેટેગરીમાં 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની આ સ્ટાર બોક્સર અને હાલની વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીને સેમિફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડની બોક્સર સવન્ના અલ્ફિયાને 5-0થી પરાજય આપ્યો હતો. નિખત ઝરીનએ કોમનવેલ્થ ગેમ્સમાં આ પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જ્યારે નીતૂ ઘંઘાસ (48 કિલો) અને અમિત પંઘાલ (51 કિલો)ના પોત-પોતાના વેટ કેટેગરીમાં ગોલ્ડ મેળવ્યા છે. તેમજ મેન્સ ટ્રિપલ જંપ ઈવેન્ટમાં ભારત ગોલ્ડ તથા સિલ્વર બન્ને મળ્યા છે. ભારતના એલ્ડોસ પોલે 17.03 મીટરનો કુદકા સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો. ભારતના જ અબ્દુલ્લા અબુબકરે 17.02 મીટર લાંબી છલાંગ સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો.

કૉમનવેલ્થ ગેમ્સના 10મા દિવસ માટે સ્પર્ધા ચાલી રહી છે. ભારતે બોક્સિંગમાં 3 ગોલ્ડ મેડલ જીતી લીધા છે. નિખત ઝરીને નોર્ધન આયરલેન્ડની કાર્લ મૈકનોલને 50 કિગ્રા વેટ કેટેગરીમાં 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની આ સ્ટાર બોક્સર અને હાલની વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીને સેમિફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડની બોક્સર સવન્ના અલ્ફિયાને 5-0થી પરાજય આપ્યો હતો  ટેબલ ટેનિસના મેન્સ ડબલ્સમાં શરથ કમલ અને સાથિયાનની જોડીને ઇંગ્લેન્ડની ડ્રિંકહોલ પૉલ અને લિયમ પિચફોર્ડની જોડી સામે 11-8, 8-11, 3-11, 11-7, 4-11થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે તેમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.  મેન્સની 10,000 મીટર રેસ વોકમાં સંદીપે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કેનેડાની ઇવાંસે ગોલ્ડ મેડલ જીત્યો હતો. અન્નુ રાનીએ વિમેન્સની જેવલિંન થ્રો ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો હતો. તેનો સૌથી બેસ્ટ થ્રો 60 મીટરનો રહ્યો હતો. તથા ઓસ્ટ્રેલિયાની કેલ્સીએ 64 મીટર જેવલિન થ્રો કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ફાઈનલમાં નીતૂએ ઈગ્લેન્ડની ડેમી જોડને 5-0થી પરાજય આપ્યો હતો.. અમિતે ઈગ્લેન્ડના મેક્ડોનાલ્ડને 5-0થી પરાજય આપ્યો. ભારતના અન્ય બે મુક્કાબાજ નિખત જરીન (50 કિલો) અને સાગર અહલાવત (92 કિલો) પણ ગોલ્ડ માટે પંચ જડ્યો હતો.

વર્તમાન સિઝનમાં ભારતના 16 ગોલ્ડ થઈ ગયા છે. ટેલિમાં તેના મેડલ્સની કુલ સંખ્યા 45 થઈ ગઈ છે. ભારતના હિસ્સામાં 12 સિલ્વર અને 17 બ્રોન્ઝ પણ આવ્યા છે. ભારતીય મહિલા હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ન્યૂઝીલેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં 2-1થી હાર આપી હતી. નિયત સમયમાં 1-1 ઉપર મેચ રહી હતી. આ ગેમ્સમાં ભારતની મહિલા હોકીમાં પ્રથમ બ્રોન્ઝ છે. ટીમે અત્યાર સુધીમાં એક ગોલ્ડ (2002) અને એક સિલ્વર (2006) મેળવ્યો હતો. ભારતીય એથ્લેટ પ્રિયંકા ગોસ્વામીએ વુમન 10,000 મીટર રેસ વોકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મેડલ સેરેમની બાદ પ્રિયંકા તેના પ્રિય બાળ ગોપાલની મૂર્તિ સાથે જોવા મળી હતી. તેણે કહ્યું- આ મેડલ ભગવાન કૃષ્ણ અને મારા પરિવારને સમર્પિત છે. તેમના સહયોગ વિના આ સફળતા શક્ય ન બની હોત.